• search

બાવળિયા કે કુંડારિયા, કોને બનાવશે સરતાજ રંગીલુ રાજકોટ?

ગુજરાતમાં 30 એપ્રિલે લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે અને તને હવે 9 દિવસનો સમય જ રહી ગયો છે. રાજ્યભરમાં ચૂંટણી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યની 26 બેઠકોમાંથી કેટલી બેઠકો કોને મળશે તેનું ગણીત રાજકીય વિશ્લેષકો લગાવી રહ્યાં છે, તો દેશની બે મોટી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ ગુજરાતમાં સૌથી વધારે બેઠકો પર પોતાના ઉમેદવારોને વિજયી બનાવવામાં લાગી ગઇ છે. દેશમાં એક તરફ મોદીની લહેર છે અને જે ઓપિનિયન પોલ બહાર આવી રહ્યાં છે, તેમાં પણ ગુજરાતમાં ભાજપ 20 કરતા વધુ બેઠકો મેળવશે તેવો અદાંજો લગાવવામાં આવી રહ્યો છે. ત્યારે રાજકોટ બેઠકનો ચિતાર કેવો છે, તેના પર નજર ફેરવીએ.

રાજકોટ બેઠક અંગે વાત કરવામાં આવે તો રાજકોટ બેઠક ભાજપનો ગઢ કહેવાય છે. 2009ની લોકસભાની ચૂંટણીને બાદ કરતા આ બેઠક ભાજપ 1989થી જીતતું આવ્યું છે. 1989થી ચાલું થયેલો આ જીતનો સિલસિલો 2004 સુધી રહ્યો. 2009ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી કિરણ ભાલોડિયાને ઉભા રાખવામાં આવ્યા હતા. જે કોંગ્રેસના કુંવરજી બાવળિયા સામે હારી ગયા હતા. 1989માં ભાજપના શિવલાલ વેકરિયા જીત્યા હતા. શિવલાલ વેકરિયાએ શરૂ કરેલા જીતના સિલસિલાને 1996થી વલ્લભ કથીરિયાએ જાળવી રાખ્યો હતો.

આ બેઠક પર વલ્લભ કથીરિયા 1996, 1998, 1999 અને 2004 સુધી લડ્યાં અને વિજયી થયા હતા. ભાજપે પોતાની નો રીપિટની પોલીસી હેઠળ 2009માં વલ્લભ કથીરિયાના સ્થાને કિરણ ભાલોડિયાને ટીકીટ આપી હતી, પરંતુ તેઓ પાર્ટીને આ બેઠક પર જીત અપાવવામાં નિષ્ફળ રહ્યાં હતા. ત્યારે આ વખતે ભાજપે મોહન કુંડારિયા પર દાવ ખેલ્યો છે. જ્યારે કોંગ્રેસે આ વખતે કુંવરજી બાવળિયાને રીપિટ કર્યા છે. દેશમાં જે રીતે મોદીની લહેર જોવા મળી રહી છે અને આ બેઠક ભાજપનો ગઢ કહેવાય છે ત્યારે આ વખતની ચૂંટણીમાં કુંવરજી બાવળિયાને વિજય મેળવવામાં પરસેવો પાડવો પડશે.

પોરબંદરગાંધીનગરઅમદાવાદ પૂર્વજામનગરકચ્છમહેસાણાપાટણસાબરકાંઠાબનાસકાંઠાસુરેન્દ્રનગરઅમરેલીભાવનગરજુનાગઢગુજરાતના ઉમેદવારોરસપ્રદ માહિતી

ભાજપના ઉમેદવાર

ભાજપના ઉમેદવાર

ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયાએ કહ્યું છેકે રાજકોટ એરપોર્ટ રનવેને લાંબો કરવાની યોજના ઘણા સમયથી ખોરંભે છે, એ દિશામાં કોઇ પગલા ભરવામાં નહીં આવતા રાજકોટ દેશના અન્ય ભાગો સાથે એર કનેક્ટિવિટી કરી શકતું નથી.

કોંગ્રેસના ઉમેદવાર

કોંગ્રેસના ઉમેદવાર

કોંગ્રેસના ઉમેદવાર કુવરજી બાવળિયાએ કહ્યું છેકે અમે તાજેતરમાં ડબલ ટ્રેકની મંજૂરી મેળવી છે અને આ વખતે આ યોજનાને પૂર્ણ કરવામાં આવશે. આ શહેરને પાણીની સમસ્યા છે અને હું કેન્દ્ર સરકાર પર દબાણ કરીશ કે આ શહેર માટે પાણી પૂરવઠા માટે ખાસ યોજના બનાવે.

આમ આદમી પાર્ટીના ઉમેદવાર

આમ આદમી પાર્ટીના ઉમેદવાર

આમ આદમી પાર્ટીના ઉમેદવાર અંકુર ધામેલિયાએ કહ્યું છેકે રાજકોટમાં સૌથી વધારે ગુનાઇત પ્રવૃતિઓ થાય છે. લોકોને ખંડણીની ધમકીઓ મળતી રહે છે. શહેરમાં કાયદો વ્યવસ્થા સુધારવો એ મારી પ્રાથમિકતા રહેશે. આ શહેરમાં પીવાના પાણીની સમસ્યા છે. સ્થાનિક લેવલે ભ્રષ્ટાચાર સામે લડાઇ મારી ટોપ એજન્ડામાં છે.

કઇ જ્ઞાતિના કેટલા મતદારો

કઇ જ્ઞાતિના કેટલા મતદારો

રાજકોટમાં લેઉવા અને કડવા પટેલની સંખ્યા વધારે છે. કુલ મતદાતાઓમાં અંદાજે 25 ટકા મતદાતાઓ આ બન્ને પટેલ કોમ્યુનિટીના છે. ત્યાર બાદ કોળી જ્ઞાતિના 17-18 ટકા મતદાતાઓ છે. આ ઉપરાંત આ બેઠકમાં માઇનોરિટી કોમ્યુનિટીના મતદાતાઓ પર વધારે છે.

પરિણામ પર એક નજર

પરિણામ પર એક નજર

1962

કોંગ્રેસઃ- ઉચ્છરંગરાય ઢેબર- 102344

અપક્ષઃ- નરોત્તમ શાહ- 61311

તફાવતઃ- 41033

1967

સ્વતંત્રઃ- એમઆર મસાણી- 128537

કોંગ્રેસઃ- વી. પટેલ- 122061

તફાવતઃ- 6476

1971

કોંગ્રેસઃ- ઘનશ્યામભાઇ ઓઝા- 142481

સ્વતંત્રઃ- મિનુ મસાણી- 75002

તફાવતઃ- 67479

1977

બીએલડીઃ- કેશુભાઇ પટેલ- 143051

કોંગ્રેસઃ- અરવિંદ પટેલ- 127250

તફાવતઃ- 15801

પરિણામ પર એક નજર

પરિણામ પર એક નજર

1980

કોંગ્રેસઃ- રમાબેન મવાણી- 158220

જનતાપાર્ટીઃ- ચિમન શુક્લ- 104744

તફાવતઃ- 53476

1984

કોંગ્રેસઃ- રમાબેન મવાણી- 225360

ભાજપઃ- ચિમન શુક્લ- 167770

તફાવતઃ- 57590

1989

ભાજપઃ- શિવલાલ વેકરિયા- 345185

કોંગ્રેસઃ- રમાબેન મવાણી- 150759

તફાવતઃ- 194426

પરિણામ પર એક નજર

પરિણામ પર એક નજર

1991

ભાજપઃ- શિવલાલ વેકરિયા- 277289

કોંગ્રેસઃ- મનોહરસિંહ જાડેજા- 222429

તફાવતઃ- 54860

1996

ભાજપઃ- વલ્લભ કથીરિયા- 210626

કોંગ્રેસઃ- શિવલાલ વેકરિયા- 169806

તફાવતઃ- 40820

1998

ભાજપઃ- વલ્લભ કથીરિયા- 480316

એઆઇરજેપીઃ- વિઠ્ઠલભાઇ રાદડિયા- 126129

તફાવતઃ- 354187

પરિણામ પર એક નજર

પરિણામ પર એક નજર

1999

ભાજપઃ- વલ્લભ કથીરિયા- 312941

કોંગ્રેસઃ- વિઠ્ઠલભાઇ રાદડિયા- 226194

તફાવતઃ- 86747

2004

ભાજપઃ- વલ્લભ કથીરિયા- 320604

એનસીપીઃ- બળવંત માનવર- 176634

તફાવતઃ- 143970

2009

કોંગ્રેસઃ- કુંવરજી બાવળિયા- 307553

ભાજપઃ- કિરણ ભાલોડિયા- 282818

તફાવતઃ- 24735

English summary
lok sabha election analysis Rajkot constituency
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more