દાહોદ અને મહીસાગર જિલ્લાનો લોકરક્ષક દળનો દીક્ષાન્ત સમારોહ યોજાયો

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

સમગ્ર ગુજરાતમાં ગત વર્ષે સરકાર દ્વારા 18,000 લોકરક્ષકની ભરતી કરવામાં આવી હતી . જે પૈકીના 2010 લોકરક્ષક દાહોદમાં તાલીમાર્થીઓ ભરતી દાહોદમાં કરવા માટે થઈ હતી. અને તેમાંથી દાહોદમાં બેચ નંબર 5 ની ઇન્ડોર અને આઉટ ડોર બન્ને ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરતા દાહોદ પોલીસ પરેડ ગાઉન્ડ ખાતે દીક્ષાંત સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો. તો વડોદરા ખાતે મહિલા લોકરક્ષક દળનો દીક્ષાં સમારંભ યોજાયો હતો. જેમાં મહિલાઓને પદવી આપવામાં આવી હી અને મહિલાઓ તેમજ યુવતીઓ હોમગાર્ડમાં જોડાઈને ઘણી ખુશ નજરે પડી હતી. તેમાં મુખ્ય મહેમાન તરીકે ગોધરા રેન્જ ઇન્ચાર્જ આઈ.જી અભય ચુડાસમાની ઉપસ્થિતિમાં પાસિંગ આઉટ પરેડ યોજાઈ હતી.

dixant sambaram

આ દીક્ષાંત સમારોહમાં ગત વર્ષે તાલીમમા નજારા લોકરક્ષક દળના યુવાનો સામેલ હતા. કુલ 196 લોકરક્ષક દાળના તાલીમાર્થીઓની તાલીમ 12 જુન 2017માં શરૂ કરવામાં આવેલ હતી અને 12 ફેબ્રુઆરી 2018ના આ તાલીમ પૂર્ણ થઈ હતી. 196માંથી 132 લોકરક્ષક દળના તાલીમાર્થીઓ છે તે દાહોદ જિલ્લાના છે અને 64 મહીસાગર જિલ્લાના છે. આ પ્રસંગે દાહોદ જિલ્લા કલેકટર જે. રંજીથકુમાર , મહીસાગર S.P ઉષા રાડા અને દાહોદ S.P પ્રેમવીર સિંહ તેમજ જિલ્લા પોલીસ સ્ટાફ અને દિક્ષાર્થીઓના મિત્રો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રેન્જ આઇજી અભય ચૂડાસમાએ આ તકે દરેક જવાનને ફરજનું મહત્વ સમજાવ્યું હતું અને લોકરક્ષકમાં પસંદગી પામવા બદલ શુભેચ્છાઓ પણ આપી હતી. તેમજ દીક્ષાર્થીઓ દ્વારા પરેડ દરમિયાન સલામી ઝીલી હતી. અને જણાવ્યું હતું કે આ પ્રસંગે દીક્ષાર્થીઓએ ખૂબ ઉત્તમ રીતે પરેડ કરી છે.તો દીક્ષાંત પામેલા યુવાનોએ પણ પસંદગી થવા બદલ તેમજ તાલીમ યોગ્ય રીતે પૂર્ણ થવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો.

English summary
Lokrakshak dal dixant sambaram at Dahod. Read more on it here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.