કોંગ્રેસને ઝટકો, શંકરસિંહના પુત્ર મહેન્દ્ર વાઘેલા ભાજપમાં જોડાયા
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાત પહોંચવાના 48 કલાકમાં જ ઓછામાં ઓછા સમયમાં કોંગ્રેસને જોરદાર ઝટકો લાગ્યો છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાત પહોંચવાના 48 કલાકમાં જ ઓછામાં ઓછા સમયમાં કોંગ્રેસને જોરદાર ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને દિગ્ગજ નેતા શંકર સિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાએ આજે (શનિવાર) ભાજપમાં જોડાયા છે. આ દરમિયાન પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અને ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા.

તમને જણાવી દઈઅ કે મહેન્દ્ર સિંહે 2012 માં ઉત્તર ગુજરાતના બાયડ વિધાનસભા ક્ષેત્રમાંથી જીત મેળવી હતી પરંતુ ડિસેમ્બર 2017 માં તેઓ ચૂંટણીનો હિસ્સો બન્યા નહોતા. આ પહેલા ગયા પખડવાડિયામાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ધારાસભ્ય કુંવરજી બાવળિયા અને રાજકોટના કદાવર નેતા તેમજ પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુએ પણ કોંગ્રેસમાંથી રાજીનાનુ આપી દીધુ હતુ.
બાવળિયા ભાજપમાં શામેલ થતાં જ તેમને કેબિનેટ મંત્રી બનાવી દેવામાં આવ્યા હતા. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે શું ભાજપ 2019 ના ચૂંટણીમાં મહેન્દ્ર સિંહને લોકસભા ટિકિટ આપે છે કે નહિ. ઉલ્લેખનીય છે કે આ રાજકીય ચાલના રણનીતિકાર મનાતા અમિત શાહ ગુરુવારે સાંજે અમદાવાદ પહોંચ્યા હતા અને શનિવારે સવારે ભગવાન જગન્નાથની પારંપરિક રથયાત્રા શરૂ કરવા માટે મંગળા આરતી કરી હતી.












Click it and Unblock the Notifications
