મહેસાણા વોર્ડ નં 9ના ભાજપના નગર સેવક ગુમ!

Subscribe to Oneindia News

મહેસાણા વોર્ડ નં ૯ ભાજપના નગર સેવક જનક બ્રહ્મભટ્ટ ગુમ થઇ જવાની ઘટના ટોક ઓફ ધ ટાઉન બની ગઈ હતી. વોર્ડ નંબર 9ના નગર સેવક ગત રાતથી ગુમ થઇ જતા અને તેમનો મોબાઈલ સ્વીચ ઓફ આવતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. વોર્ડ નં ૯ નગર સેવક પાટણ ખાતે રહેતા તેમના મિત્ર હેમલ જાનીને મેસેજ કર્યો હતો કે મારા પુત્રને સાચવજો. મિત્રના મેસેજની જાણ પરિવાર જનોને કરતા પરિવાર દ્વારા મહેસાણા બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. તે સંદર્ભે પોલીસે તપાસ હાથધરી હતી.

Janak

જોકે આજે જનક બ્રહ્મભટ્ટે મોડે - મોડે મોબાઈલ ચાલુ કરતા પરિવારજનો જોડે ટેલીફોનીક વાત કરતા પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો. જોકે તેમને પરિવારજનોને જણાવ્યું હતું તે સોમનાથમાં છે. આવતીકાલે ઘરે પરત આવી જશે. આખા ડ્રામામાં વોર્ડ નં ૯ ભાજપના પ્રમુખ ગુમ કેમ થયા હતા અને આવો મેસેજ હેમલ જાનીને કેમ મોકલ્યો હતો તે આવતીકાલે ઘરે પરત ફરશે ત્યારે ખબર પડશે.

English summary
Mahesana word no 9 Nagarsevak is missing. And then suddenly he reappear. Read here more on this.
Please Wait while comments are loading...