અમદાવાદઃ કાંકરિયામાં ડિસ્કવરી રાઈડ દૂર્ઘટનાનો શિકાર, 2ના મોત, 15 ઘાયલ

ગુજરાતના અમદાવાદમાં રવિવારે કાંકરિયામાં મોટી દૂર્ઘટના સામે આવી છે, અહીં અમ્યુઝમેન્ટ પાર્કમાં ડિસ્કવરી રાઈડ તૂટી જવાથી બે લોકોના મૃત્યુ થયા છે.

ગુજરાતના અમદાવાદમાં રવિવારે કાંકરિયામાં મોટી દૂર્ઘટના સામે આવી છે, અહીં અમ્યુઝમેન્ટ પાર્કમાં ડિસ્કવરી રાઈડ તૂટી જવાથી બે લોકોના મૃત્યુ થયા છે. જ્યારે આ દૂર્ઘટનામાં 15 જણ ઘાયલ થવાના સમાચાર છે. રવિવારે આ દૂર્ઘટના સાંજે લગભગ 4.50 વાગે બની હતી જ્યારે ડિસ્કવરીરાઈડ અચાનક દૂર્ઘટનાનો શિકાર બની ગઈ અને તે તૂટી ગઈ. એ સમયે તેના પર 31 લોકો સવાર હતા. અમદાવાદ નગરપાલિકાએ આ દૂર્ઘટના બાદ જણાવ્યુ કે આમાં બે લોકોના મોત નીપજ્યા છે. એએમસી કમિશ્નર વિજય નહેરાએ જણાવ્યુ કે ઘાયલોને ઈલાજ માટે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે જ્યાં તેમનો ઈલાજ ચાલી રહ્યો છે.

accident

આ ડિસ્કવરી રાઈડનું થોડા દિવસ પહેલા જ ઈન્સ્પેક્શન કરવામાં આવ્યુ હતુ. રાઈડના નટબોલ્ટ બદલવાનો રિપોર્ટ પણ આપવામાં આવ્યો હતો તેમછતા બેદરકારી રાખવામાં આવતા રાઈડ તૂટી પડી હતી. 30 ફૂટ ઉંચેથી રાઈડ નીચે પડી હતી. રવિવારે ગૌરી વ્રત હોવાથી કાંકરિયામાં મોટી સંખ્યામાં લોકો ફરવા આવ્યા હતા. રાઈડમાં બેઠેલા 31 પૈકી મનાલી રાજવાડી અને મોહંમદ જાવેદ મોમીનના સ્થળ પર જ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય 15 જણ ઘાયલ થયા હતા. મણિનગર પોલિસે 6 જણ સામે બેદરકારી બદલ મોતનો ગુનો નોંધ્યો છે તેમજ કલમ 304, 114 હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ઘટના બાદ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ઘાયલોની મુલાકાત લીધી. હોસ્પિટલ પહોંચીને તેમણે ઘાયલોની સ્થિતિ જાણી. આ દરમિયાન જાડેજાએ જણાવ્યુ કે મુખ્યમંત્રી વિજય રૂપાણી સતત અમદાવાદ નગરપાલિકાના સંપર્કમાં છે. તેમણે આ દૂર્ઘટનાથી પ્રભાવિત બધા લોકોને મદદનું આશ્વાસન આપ્યુ છે. એએમસી ઘાયલોને ઈલાજનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે. આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ વાતની તપાસ કરવામાં આવી રહી છે કે શું આ ઝૂલાને લાયસન્સ આપવામાં આવ્યુ હતુ કે નહિ. જૉયરાઈના મેઈન્ટેનન્સની ફોરેન્સિક ટીમ તપાસ કરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X