વલસાડમાં પેપર મિલમાં ભીષણ આગ
વલસાડ જિલ્લામાં વાપીમાં એક પેપર મિલમાં ભીષણ આગ લાગી હતી. મળતી માહિતી મુજબ આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની 9-10 ગાડીઓ રવાના કરવામાં આવી હતી. આ અકસ્માતમાં હજૂ સુધી કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી.
વલસાડ : જિલ્લામાં વાપીમાં એક પેપર મિલમાં ભીષણ આગ લાગી હતી. મળતી માહિતી મુજબ આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની 9-10 ગાડીઓ રવાના કરવામાં આવી હતી. આ અકસ્માતમાં હજૂ સુધી કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી.

વાપીના ફાયર ઓફિસર અંકિત લોઠે જણાવ્યું હતું કે, આગ પર હજૂ કાબૂ મેળવવો બાકી છે, અમને ખબર નથી કે તેને કાબૂમાં લેવા માટે કેટલો સમય લાગશે. છેલ્લા 4-5 કલાકથી પેપર મિલ ચાલુ છે. ફાયર બ્રિગેડની 20 ગાડીઓ ઘટનાસ્થળે છે.
મોડી રાત્રે પેપર મિલમાં લાગેલી ભીષણ આગ પર કાબૂ મેળવવામાં ફાયર વિભાગના અધિકારીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. લગભગ 6 કલાકની જહેમત બાદ પણ આગ કાબૂમાં આવી શકી નથી. ઘટનાસ્થળે ફાયર બ્રિગેડની 20 ગાડીઓ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
જો કે આગ કયા કારણોસર લાગી તે હજૂ સ્પષ્ટ થયું નથી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવામાં આવી રહ્યું છે.












Click it and Unblock the Notifications
