ગુજરાતના ટેબ્લોને ભરપૂર વોટ આપી વિજેતા બનાવો, આ લિંક પર તમારો મત રજિસ્ટર કરી રાજ્યનુ ગૌરવ વધારો
દેશના 74માં ગણતંત્ર દિવસ પર દિલ્લીમાં કર્તવ્ય પથ પર પ્રદર્શિત કરાયેલા ગુજરાતના ટેબ્લોને વોટ આપી વિજેતા બનાવો. નીચે આપેલી લિંક પર તમારો મત રજિસ્ટર કરાવી રાજ્યનુ ગૌરવ વધારો.
Gujarart Tableau 2023: આપણા દેશમાં 26 જાન્યુઆરી, 2023ના રોજ 74માં ગણતંત્ર દિવસની દિલ્લીના કર્તવ્ય પથ પર ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. જેમાં પરેડ, દેશની સૈન્ય અને સાંસ્કૃતિક ઝાંકીઓ પણ પ્રદર્શિત કરવામાં આવી. દેશના અલગ-અલગ રાજ્યોની રંગારંગ ઝાંખીઓએ સહુનુ મન મોહી લીધુ. ગુજરાતમાંથી એક ઝાંકી(ટેબ્લો) પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ.

ગુજરાત દ્વારા પ્રદર્શિત કરવામાં આવેલ આ ટેબ્લોને આ https://www.mygov.in/group-poll/vote-your-favorite-tableau-republic-day-2023/ લિંકનો ઉપયોગ કરીને વોટ આપો અને વિજેતા બનાવો. આ લિંક તમારા મિત્રો, પરિચિતો, સમાજ અને કચેરીના સભ્યોને મોટા પ્રમાણમાં શેર કરો અને તેમને પણ વોટ કરવા વિનંતી કરો. ગુજરાતની ઝાંખીને વિજેતા બનાવવામાં તમારો આ રીતે સહયોગ આપો.
કેવી કરશો વોટિંગ
- અહીં દર્શાવેલ લિંક પર ક્લિક કરો. https://www.mygov.in/group-poll/vote-your-favorite-tableau-republic-day-2023/
- જો આપ QR કોડને સ્કેન કરીને વોટ કરવા માંગતા હો, તો તેને સ્કેન કરીને, આપેલ રાજ્યોની સૂચીમાં "ગુજરાત'' ની સામે ટીક કરો, તમારો વોટ રજીસ્ટર થઇ જશે.
- જો તમે એસએમએસ (SMS)થી વોટ કરવા માંગતા હો, તો નીચે દાર્શવેલ પગલાંનો અમલ કરીને ગુજરાત ઉપર તમારો વોટ કરો : SMS Syntax: MYGOVPOLL336981Choice NumberSend to 7738299899
- જો મોબાઇલ ફોન દ્વારા વોટિંગ કરવા ઈચ્છા હો તો, તમારો મોબાઇલ ફોન લખો, તમારા ફોન ઉપર તમને એક ઓટીપી (OTP) મળશે. આ OTP એન્ટર કરતા જ રાજ્યોની સૂચિ ખુલી જશે અને તમે ''ગુજરાત'' પસંદ કરીને વોટ કરો.
- આ જ પ્રમાણે તમે e-mailથી રજીસ્ટર થઇને ''ગુજરાત'' ઉપર વોટિંગ કરી શકો છો.
- મોટા પ્રમાણમાં ''ગુજરાત''ને વોટિંગ કરીને, વર્ષ-2023ના ''ક્લીન અને ગ્રીન એનર્જી ઉક્ત ગુજરાત''ના ટેબ્લોને વિજેતા બનાવો.
નોંધનીય છે કે ગુજરાતનો ટેબ્લો 'ક્લિન-ગ્રીન ઉર્જાયુક્ત ગુજરાત' વિષય આધારિત હતો. જેમાં કચ્છમાં આકાર લઈ રહેલા વિશ્વના સૌથી વિશાળ હાઈબ્રીડ રિન્યુએબલ એનર્જી પાર્ક, દેશનુ સૌ પ્રથમ 24x7 સોલાર ઉર્જા મેળવતુ મોઢેરા ગામ, પીએમ-કુસુમ યોજના અને કેનાલ રુફટોપથી સૌર ઉર્જા ઉત્પાદનના નિર્દેશને લોકોમાં આકર્ષણ જમાવ્યુ હતુ. તમને જણાવી દઈએ દેશના અલગ-અલગ રાજ્યોમાંથી 23 ઝાંખીઓ, શસ્ત્રો-સૈન્ય શક્તિનુ પ્રદર્શન અને સૈનિકોના શાનદાર કરતબોએ લોકોના દિલ જીતી લીધા.












Click it and Unblock the Notifications
