સુરતઃ રસ્તા પરથી મળ્યો 10 લાખ રૂપિયા ભરેલો થેલો, માલિકને પરત કરતાં મળ્યું આવું ઈનામ
10 લાખ ભરેલી બેગ માલિકને પરત કરી તો મળ્યું આવું ઈનામ..
સુરતઃ સુરતમાં એક એવો મામલો સામે આવ્યો છે જે જાણી તમે કહેશો કે દુનિયામાં ઈમાનદારી આજે પણ જીવીત છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં એક સેલ્સમેનને રસતા પર પૈસાથી ભરેલું બેગ મળયું. બેગમાં 10 લાખ રૂપિયા હતા. દિલીપ પોદ્દાર નામના શખ્સે બેગના માલિકને રૂપિયા ભરેલી બેગ સહિસલામત પરત કરી. જે બાદ બેગના માલિકે દિલિપની ઈમાનદારીથી પ્રભાવિત થઈ તેને ઈનામમાં 2 લાખ રૂપિયા આપી દીધા.

સીસીટીવી ફુટેજની મદદી મળ્યો બેગનો માલિક
પૈસાથી ભરેલ બેગનો માલિક મળે ત્યાં સુધી દિલિપે બેગ પોતાની પાસે જ રાખી. જે બાદ ઉમરા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી કે એ ગઢવીએ જણાવ્યું કે સીસીટીવી ફુટેજની મદદથી બેગના માલિકનો પતો લગાવી શકાયો.

ઈમાનદારીથી જીત્યું દિલ તો મળ્યું ઈનામ
પોલીસ મુજબ આખરે પૈસા તેના માલિક સુધી કઈ રીતે પહોંચાડવામાં આવ્યા. બેગમાં કુલ 2000 નોટ હતી. બેગનો માલિક હ્રદય પચચિગર નામનો એક જ્વેલર છે. બેગ મળ્યા બાદ તેમણે દિલિપને તેની ઈમાનદારી માટે 2 લાખ રૂપિયા આફ્યા. જણાવી દઈએ કે આ પહેલો મામલો નથી બલકે અગાઉ પણ આવા કેટલાય મામલા સામે આવી ગયા છે જેમની ઈમાનદારીને સેલ્યૂટ કરવાનું તમને પણ મન થશે.

ભીખારીએ દાખવી હતી ઈમાનદારી
ન્યૂકેસલની એક અન્ય ઘટનામાં એક ભીખારીની ઈમાનદારી ભારે ચર્ચામાં હતી. જણાવી દઈએ કે થોડા સમય પહેલા અહીં એક ભીખારી બીયર બારની પાસે બેસીને છોકરાઓના એક ગ્રુપ પાસેથી રૂપિયા માંગે છે તો એક દિલેર માણસ તે ભીખારીને એટીએમ કાર્ડ અને પીન આપી 20 પાઉન્ડ કાઢી લેવા કહે છે. ભીખારી તે લઈ થોડી વાર પછી 20 પાઉન્ડની રિસિપ લઈને પાછો આવે છે. શખ્સની ઈમાનદારીએ લોકોનું દિલ જીતી લીધું હતું.












Click it and Unblock the Notifications
