માણાવદર હત્યા કેસ: 6 આરોપીઓને પોલીસે કર્યા ગિરફ્તાર
માણાવદરના રફાલા ગામમાં રસિક ભાઇ નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. રસિક ભાઇની ભત્રીજીને રિક્ષા વડે અડફેટે લેતા રસિક ભાઇ મુખ્ય આરોપી નયનને ઠપકો આપ્યો હતો. આની અદાવત રાખીને નયને તેના મિત્રો સાથે મળી
માણાવદરના રફાલા ગામમાં રસિક ભાઇ નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. રસિક ભાઇની ભત્રીજીને રિક્ષા વડે અડફેટે લેતા રસિક ભાઇ મુખ્ય આરોપી નયનને ઠપકો આપ્યો હતો. આની અદાવત રાખીને નયને તેના મિત્રો સાથે મળીને ધોકા, પાઇપ અને કુહાડી જેવા હથીયારોથી રસિકભાઇ પર હુમલો કર્યો હતો. કુહાડીનો ઘા વાગતા રસિક ભાઇનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. રસિક ભાઇના ભાભીએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે હત્યાના ગણતરી ના કલાકોમાં જ મુખ્ય આરોપી નયન સહિત 6 આરોપીઓને પકડી પાડ્યા હતા. આરોપીઓમાં 3 મહિલાઓ પણ સામેલ હતી. પોલીસે 6 આરોપીઓ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Recommended Video

માણાવદરનાં રફાળા ગામે થયેલા હત્યા પ્રકરણમાં 6 આરોપીઓની ધરપકડ
આ પણ વાંચો: જુનાગઢમાં જંગલનો રાજા સિંહ રોડ પર ટહેલતો દેખાયો, વીડિયો વાયરલ












Click it and Unblock the Notifications
