પીએમએ કર્યા વિકસીત ગુજરાતના વખાણ, ભાજપની કરી ટીકા

manmohan singh
નવસારી, 9 ડિસેમ્બરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર જોર-શોરમાં છે, રાજ્યમાં સત્તા હાંસલ કરવા માટે કોંગ્રેસે પોતાના સ્ટાર નેતાઓની ફોજ ઉતારી દીધી છે. રવિવારે દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના વાંસદા ખાતે વડાપ્રધાન મનમોહન સિંહએ જાહેરસભા સંબોધી હતી. જેમાં તેમણે વિકસીત ગુજરાત અને ગુજરાતીઓના વખાણ કર્યા હતા અને સત્તારૂઢ ભાજપ સરકારની ટીકા કરી હતી.

ચૂંટણી સભાને સંબોધન કરતા તેમણે કહ્યું હતું, કે ગુજરાત રાજ્યની દેશમાં એક અલગ ઓળખાણ છે. ગુજરાતની પ્રજા ઘણી જ મહેનતું છે અને તેમની એ મહેનતના કારણે આજે રાજ્ય વિશ્વભરમાં પણ જાણીતું બન્યું છે. અહીં જે કંઇ પણ વિકાસ થયો છે તે તેની આ મહેનતું પ્રજાના કારણે જ થયો છે. વિકાસના પથ પર જઇ રહેલા આ રાજ્યની એટલાં માટે જ ગણતરી વિકસીત રાજ્યોમાં થઇ રહી છે. જો કે, જે રાજ્યનો જે વિકાસ દેખાઇ રહ્યો છે તેનો લાભ શું લઘુમતીઓને થઇ રહ્યો છે? ગુજરાતનો આ વિકાસ માત્રને માત્ર અમુક ગણ્યા ગાઠ્યાં લોકોને જ થઇ રહ્યો છે અને તેમના માટે જ આ વિકાસ છે.

તેમણે કોંગ્રેસના વખાણ કરતા કહ્યું હતું કે, ગુજરાતમાં વિકાસનો પાયો ભાજપે નહીં પરંતુ કોંગ્રેસે નાંખ્યો છે. કોંગ્રેસના કારણે ગુજરાતમાં એક કરોડ પરિવારને મનરેગાનો લાભ મળ્યો છે.

વાંસદા ખાતે જાહેર મેદનીને સંબોધતા પીએમએ શાસિત પક્ષ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું, ગુજરાતમાં ભાજપ સરકાર નિષ્ફળ નિવડી છે. રાજ્યને વિકાસકાર્યો કરવા માટે કેન્દ્ર દ્વારા એક મોટો હિસ્સો આપવામાં આવે છે, પરંતુ તેનો યોગ્ય અને સારો એવો ઉપયોગ રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં કરવામાં આવી રહ્યો નથી. રાજ્યમાં શિક્ષણ અને શાળાઓની સ્થિતિ કથળી છે, સ્વાસ્થ્યની સ્થિતિ ખરાબ છે. જેના કારણે રાજ્યમાં 41 ટકા મહિલાઓ કુપોષણથી પીડાઇ રહી છે. અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતના આદિવાસીઓ ઘણા પાછળ છે. માનવ વિકાસમાં પણ ગુજરાત 18માં સ્થાને છે. યુવાનોને રોજગારીની તકો મળી રહી નથી અને ભાજપ સરકાર દ્વારા જે કામો કરવામાં આવ્યા છે, તેનાથી રાજ્યમાં અસમાનતા વધી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X