Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગાંધીધામમાં ત્રણને કચડીને નાસી ગયેલો નબીરાની થઈ ઓળખ

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો.

ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

ભાજપના નેતાએ રેશમા પટેલને કહી અભદ્ર ગોળો, ઓડિયો વાયરલ

ભાજપના નેતાએ રેશમા પટેલને કહી અભદ્ર ગોળો, ઓડિયો વાયરલ

હાર્દિક સામે કેસ કરનારા કડીના ભાજપના નેતા પ્રકાશ પટેલે અને પાસની નેતા રેશમા પટેલ વચ્ચે થયેલી ગાળાગાળીની ઓડિયો ક્લિપ હાલ વાઇરલ થઈ છે. ક્લિપમાં પ્રકાશ પટેલે રેશમા પટેલને ફોન કરીને બેફામ ગાળાગાળી કરીને રેશ્માને કોંગ્રેસની દલાલ કહી હતી તેવું સંભળાય છે.તેમજ પ્રકાશ પટેલે કેટલાક અભદ્ર શબ્દોનો ઉપયોગ કર્યો છે.

રાજકોટમાં ગૌપ્રેમીઓએ ઝેર પીધું

રાજકોટમાં ગૌપ્રેમીઓએ ઝેર પીધું

રાજકોટમાં ગૌપ્રેમીઓએ ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે સાત લોકોએ આત્મવિલોપનનો પ્રયાસ કરતાં કલેક્ટર કચેરીએ હોબાળો મચી ગયો હતો. ગૌપ્રેમીઓએ ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે અને રાજ્યમાં ચાલતા કતલખાના બંધ કરવવાની પણ માંગ કરી હતી. આ તમામે કપાસમાં છાંટવાની દવા પી લેતા તેમને 108 મારફત સિવિલ ખસેડાયા છે. જ્યાં ઈમરજન્સી વિભાગમાં તેમની સારવાર ચાલી રહી છે.

એલ.જી. મોતિયાકાંડમાં કોંગ્રેસના કોર્પોરેટર કરશે મેયરનો ઘેરાવ

એલ.જી. મોતિયાકાંડમાં કોંગ્રેસના કોર્પોરેટર કરશે મેયરનો ઘેરાવ

અમદાવાદની એલ.જી હોસ્પિટલ ખાથે મોતિયાના ઓપરેશનમાં સામે આવેલી બેદરકારીનો મુદ્દે રાજકારણ રમાવવાનું શરૂ થઈ ગયું છે. આ મામલે અમદાવાદ કોંગ્રેસના કોર્પોરેટર્સે અમદાવાદના મેયર ગૌતમ શાહનો ઘેરાવ કરવાનું નક્કી કર્યું છે. તો બીજી તરફ પીડિત દર્દીઓની સંભાળ બાબતે કેવા પગલાં લેવાય છે તે અંગે દર્દીના સગાવ્હાલા ચિંતિત છે.

ગાંધીધામમાં ત્રણને કચડીને નાસી ગયેલો નબીરાની થઈ ઓળખ

ગાંધીધામમાં ત્રણને કચડીને નાસી ગયેલો નબીરાની થઈ ઓળખ

કચ્છના ગાંધી ધામમાં ફુલસ્પીડે ગાંડી હંકારીને 3ને મોતને ઘાટ ઉતારનાર નબીરાની ઓળખ થઈ ગઈ છે આરોપીનું નામ પંકિલ મહાતો છે જે વહાણવટાના ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ સુનિલ મહાતોનો દીકરો છે. પોલિસે તેને આબુ પાસેથી પકડી પાડ્યો છે. તેવી વિગતો બહાર આવી છે કે પંકિલ આ જ અઠવાડિયામાં વિદેશ જવાનો હતો તેથી તેણે મિત્રો સાથે પાર્ટી કરી બેફામ ગાડી ચલાવીને 9 લોકોને ઇજા પહોંચાડી હતી જેમાંથી ત્રણના મોત થયા હતા. જો કે પંકિલે પોલિસ સામે આપેલા નિવેદનમાં નશો કરવાની વાતો ઇન્કાર કર્યો છે.

હાર્દિકના થેલામાંથી મળી આવી 1000 રૂપિયાની નોટ

હાર્દિકના થેલામાંથી મળી આવી 1000 રૂપિયાની નોટ

બુધવારે, સુરતની લાજપોર જેલમાં હાર્દિકના થેલામાંથી 1000 રૂપિયાની નોટ મળી આતી હતી.દરમિયાન જેલ સત્તાધીશો તરફથી એવી માંગ થઈ રહી છે કે હાર્દિકને અન્ય જગ્યાએ ખસેડવો જોઈએ. હાર્દિક પટેલને અન્ય જેલમાં ખસેડવા માટે આ અંગે કોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે. જેમાં 21મીએ સુનાવણી થશે. જેલ સત્તાધીશોનું કહેવું છે કે હાર્દિક જેલની સુરક્ષા માટે ખતરારૂપ છે કેમ કે તેની પાસેથી વારંવાર વાંધાજનક વસ્તુઓ જેવીકે મોબાઇલ ફોન મળી આવે છે.

કીડની કૌભાંડનો મુખ્ય આરોપી ડોક્ટર નથી, 12 પાસનું કારસ્તાન

કીડની કૌભાંડનો મુખ્ય આરોપી ડોક્ટર નથી, 12 પાસનું કારસ્તાન

કીડની કૌભાંડમાં વ્યારાથી પોલીસના હાથે આ કૌભાંડનો મુખ્ય આરોપી મુકેશ ચૌધરી પકડાઇ ગયો છે. જોકે મૂકેશની પૂછપરછમાં સ્ફોટક વિગતો સામે આવી હતી કે ડોક્ટર તરીકે પોતાની જાતને ઓળખાવતો હતો પણ ખરેખરમાં તે બાર ચોપડી પાસ પણ નથી. દરમિયાન અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં તપાસ માટે લાવેલા પીડિતોને પંડોળી પરત મોકલવામાં આવ્યા છે. તો કૌભાંડનો બીજો આરોપી શેર અલી ખાન અમદાવાદનો નિવાસી છે

મોડાસામાં સ્કૂલ રિક્ષાએ પલટી ખાતા ત્રણ બાળકો ઇજાગ્રસ્ત

મોડાસામાં સ્કૂલ રિક્ષાએ પલટી ખાતા ત્રણ બાળકો ઇજાગ્રસ્ત

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના બાકરોલમાં સ્કૂલ રિક્ષાની બ્રેક ફેઇલ થતા રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. ગામની શાળાના પંદર બાળકો બેઠા આ સ્કૂલ રીક્ષામાં બેઠા હતા. તેમાંથી ચાર બાળકો ઇજાગ્રસ્ત થયા છે તેમને સાવવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સ્કૂલ રીક્ષાએ પલટી ખાધી હોવાની વાત ફેલાતા જ વાલીઓ ચિંતાતુર થઇને ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X