બે વર્ષની બાળકી સાથે પરિણીતા ગુમ, પિતાને પુત્રી સાથે મેળાપ કરવામાં કરો મદદ
બોટાદ જીલ્લામાં આવેલા નાગલપરના રહેવાસી શૈલેષભાઇ કાંતિભાઇ સોલંકી તેમના પરિવાર સાથે ગામના શંકરપરા ભરવાડ શેરીમાં રહે છે. તેમને અને તેમની પત્ની રિટાબહેનને સંતાનમાં એક 2 વર્ષીય બાળકી છે.
બોટાદ જીલ્લામાં આવેલા નાગલપરના રહેવાસી શૈલેષભાઇ કાંતિભાઇ સોલંકી તેમના પરિવાર સાથે ગામના શંકરપરા ભરવાડ શેરીમાં રહે છે. તેમને અને તેમની પત્ની રિટાબહેનને સંતાનમાં એક 2 વર્ષીય બાળકી છે. તેમના પત્ની રીટાબહેન 12 નવેમ્બરથી ગૂમ થયા હતા. આ મહિલાનું ગુમ થવાનું કારણે હજૂ સુધી અકબંધ છે.

નાગલપર નિવાસી શૈલેષભાઇના લગ્ન 3 વર્ષ પહેલા મહેસાણાના ખેરાલુ ગામના રહેવાસી પરમાર રિટાબહેન સુરેશભાઇ સાથે થયા હતા. તેમના સુખી લગ્નજીવના ભાગરૂપે તેમને 2 વર્ષીય પુત્રી કશિશ છે. આ આકસ્મીક રીતે બે વર્ષ બાળકી સાથે પરિણીતા ગુમ થઇ જતાં પરિવારજનોમાં વ્યાપક ચિંતા પ્રસરી ગઇ છે.
આ અંગે શૈલેષભાઇએ બોટાદ પોલીસ મથકમાં 13 નવેમ્બરના રોજ સવારે 9:30 જાણવાજોગ અરજી કરી હતી. જે બાદ તેમણે આ અંગે ફરિયાદ નોંધાવા ફરી વાર બોટાદ પોલીસ મથકે ગયા હતા. ગુમ થયાને 24 કલાક વીત્યા બાદ જ્યારે આ અંગે શૈલેષભાઇએ ફરિયાદ નોંધાવતા બોટાદ પોલીસે આ અંગે 15 નવેમ્બરના રોજ ફરિયાદ નોંધી હતી. આ સાથે તેમની પત્નીની શોધખોળ કરવા પોતાના ચક્રો ગતિમાન કર્યા હતા.

હાલ પોલીસ સાથે સાથે શૈલેષભાઇ પણ તેમની પત્ની અને બાળકીની શોધ કરી રહ્યા છે. તો આ ફોટોમાં દેખાતી મહિલા તમારી આસપાસ જોવા મળે, તો તમે +91 7043140016 પર ફોન કરી તેમના વિશે તેમના પતિ શૈલેષભાઇને જાણ કરી શકો છો.












Click it and Unblock the Notifications
