For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મેડિકલમાં પ્રવેશની મુદત વધારીને 31 જુલાઈ કરવામાં આવી

|
Google Oneindia Gujarati News

medical-students
અમદાવાદ, 7 જૂન : મેડિકલ યુજી અને પીજીમાં પ્રવેશ પ્રક્રિયા હજુ શરૂ કરવામાં આવી નથી. મેડિકલ પીજીમાં 30 જૂન સુધીમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાની એમસીઆઇ દ્વારા મુદત આપવામાં આવી હતી. હવે એમસીઆઇ દ્વારા મેડિકલ પીજીમાં પ્રવેશ પ્રક્રિયા માટે મુદત વધારીને 31 જુલાઇ કરવામાં આવી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મેડિકલ (પીજી)માં ગુજરાત યુનિવર્સિટી દ્વારા નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ)ની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવાનું નક્કી કર્યું હતું, પરંતુ હજુ સુધી મેડિકલ (પીજી)માં પ્રવેશ પ્રક્રિયા યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવી નથી.

મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (એમસીઆઇ)ની ગાઇડલાઇન પ્રમાણે 30 જૂન સુધીમાં તમામ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી દેવાની તાકીદ કરવામાં આવી હતી, પરંતુ તાજેતરમાં એમસીઆઇએ મેડિકલ (પીજી)ની પ્રવેશ પ્રક્રિયામાં વિલંબ થતાં મુદત વધારીને 31 જુલાઇ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા એમસીઆઇને મુદત વધારવાનો આદેશ કરાયો હતો. મેડિકલ પીજીમાં બીજા અને ત્રીજા વર્ષનો અભ્યાસક્રમ કોલેજોમાં શરૂ કરી દેવામાં આવ્યો છે, જ્યારે મેડિકલ પીજીના પ્રથમ વર્ષ માટે હજુ પ્રવેશ પ્રક્રિયા પણ હાથ ધરાઇ ન હોવાથી વિદ્યાર્થીઓમાં રોષ વ્યાપ્યો છે.

નોંધનીય છે કે મેડિકલમાં પ્રવેશ માટે નિટના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજીઓ થઇ હતી. બાદમાં સુપ્રીમ કોર્ટે જે તે યુનિવર્સિટીઓ, સંસ્થાએ લીધેલી પરીક્ષા અથવા નિટના આધારે મેડિકલ પીજીમાં પ્રવેશ ફાળવવાનો વચગાળાનો હુકમ કર્યો હતો. મેડિકલ (પીજી)માં પ્રવેશના મામલે અનેક મુશ્કેલીઓ સર્જાઇ છે. મેડિકલ (અંડર ગ્રેજ્યુએટ)માં ગુજરાત અને સેન્ટ્રલ બોર્ડની અલગ મેરિટ યાદી તૈયાર કરવાની સરકાર દ્વારા જાહેરાત કરાઇ છે. બીજી તરફ મેડિકલ પીજીમાં હાલમાં પ્રવેશ પ્રક્રિયાને લઇ વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી વ્યાપી છે.

English summary
Medical admission period has been increased to 31 July
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X