For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીના નિર્માણ માટે દિલ્‍હીમાં બેઠક

|
Google Oneindia Gujarati News

statue-of-unity
ગાંધીનગર, 30 મેઃ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્‍ટેચ્‍યુ ઓફ યુનીટીના બાંધકામ માટેની પ્રાથમિક તૈયારીઓ પૂર્ણ થતાની સાથે જ, સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્‍ટ્રીય એકતા ટ્રસ્‍ટના સભ્‍ય સચિવ અને સરદાર સરોવર નર્મદા નિગમ લિમીટેડના સંયુકત પ્રબંધન નિર્દેશકએ રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય કંપનીઓને આ પરિયોજનાથી માહિતગાર કરવા માટે એક સભાનું આયોજન ગુજરાત ભવન નવી દિલ્‍હી ખાતે કર્યું હતું. ઉપરોકત કોન્‍ફરન્‍સમાં ભારત તથા વિશ્વની અગ્રણી કંપનીઓ જેવી કે લાર્સન એન્‍ડ ટુર્બો, એસ્‍સાર, સેમસંગ, ગેનન ડંકરલી, લેઇનટ, હિન્‍દુસ્‍તાન કંસ્‍ટ્રકશન કંપની, શાપૂરજી પાલોનજી કંન્‍સ્‍ટ્રકશન વગેરે જેવી કંપનીઓએ ઉત્‍સાહપૂર્વક ભાગ લઇ પોતાનો રસ અને રૂચી આ પરિયોજનાના નિર્માણ માટે બતાવ્‍યા હતા.

કે. શ્રીનિવાસ, આઇ.એ.એસ., સભ્‍ય સચિવ, સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્‍ટ્રીય એકતા ટ્રસ્‍ટ, કે જે આ પરિયોજનાનો કાર્યભાર ધરાવે છે, તેમણે આ પરિયોજનાની વિસ્‍તૃત માહિતીની પરિકલ્‍પના અને સાથે સાથે આસપાસના વિસ્‍તારના આર્થિક વિકાસના આયોજનથી સર્વે ઉપસ્‍થિત સજ્જનોને માહિતગાર કર્યા હતા. સાથે સાથે તેમણે સરદાર પટેલની દિર્ઘદ્રષ્‍ટી અને સર્વાંગી વિકાસના મુદ્દાઓ પણ પોતાની ચર્ચામાં આવરી લીધા હતા.

આ પરિયોજનાની પરિકલ્‍પના વિશેની વિસ્‍તૃત માહિતી પરિયોજનાના પ્રબંધક તરીકે જેમની નિમણુંક કરી છે એ ટર્નર પ્રોજેકટ મેનેજમેન્‍ટ કન્‍સલટન્‍ટના પ્રબંધન નિર્દેશક તરફથી આપવામાં આવી હતી. અંતમાં આ પરિયોજનામાં પોતાના રસ-રૂચી દાખવનાર કંપનીના પ્રતિનિધિઓ તરફથી પરિયોજનાના વિવિધ પાસાઓની જાણકારી માટેના સવાલો થયા હતા અને ટ્રસ્‍ટના સભ્‍યઓ તરફથી તેમના યોગ્‍ય ઉત્તરો પણ આપવામાં આવ્‍યા હતા જેમાં પરિયોજનાની ડિઝાઇન માટેના જરૂરી પરિબળો વિશે અને પરિયોજનાના સમય વિશેના પ્રશ્નોત્તરી મુખ્‍ય હતા.

ઉપસ્‍થિત વિવિધ કંપનીના પ્રતિનિધિઓએ ગુજરાત સરકાર તરફથી આ પરિયોજના માટે લેવામાં આવતા રસ-રૂચી અને આ યોજનાની પરિકલ્‍પનાને ઉત્‍સાહપૂર્વક વધાવી લઇ આ પરિયોજનાના બાંધકામમાં ભાગીદાર થવા માટે પોતાના રસ-રૂચી દાખવી યોગ્‍ય સહકાર આપવા પોતાનો ઉત્‍સાહ દર્શાવ્‍યો હતો.

English summary
meeting for construction of statue of unity in new delhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X