For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી-ગુજરાત બન્યું ઠંડુગાર, રેલવે અને વિમાન સેવા ખોરવાઇ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 17 ડિસેમ્બર: રાજધાની દિલ્હી અને ગુજરાત આજે ઠંડુગાર બની ગયું છે. દિલ્હીમાં આજે ગાઢ ધુમ્મસના કારણે ટ્રેન સેવાઓ અને વિમાન સેવાઓ પર અસર વર્તાઇ છે. જ્યારે ગુજરાતને અડીને આવેલા માઉન્ટ આબુમાં રવિવારે લઘુત્તમ તાપમાન એક જ રાતમાં 5 ડિગ્રી ગગડીને શૂન્ય ડિગ્રીએ પહોંચ્યું હતું. જ્યારે સોમવારે ઠંડીનો ચમકારો વધતાં લઘુત્તમ તાપમાન માઇનસ 0.5 નોંધાયું હતું. જ્યારે ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં 9.7, અમદાવાદમાં 10.9, ડીસામાં 11.4 નલિયામાં 13.3 નોંધાયું હતું. દિલ્હી એરપોર્ટ પર જીરો વિજિબિલિટી છે. જો કે દિલ્હીમાં હાલ કોઇ વિમાન ઉડાન નથી. સાથે જ ત્રણ આંતરરાષ્ટ્રીય વિમાનોની અવરજવર રદ કરી દેવામાં આવી છે. રસ્તાઓ પર ગાડીઓ ગતિ અટકી ગઇ છે. લોકોને અવરજવરમાં પરેશાની અનુભવી રહ્યાં છે.

માઉન્ટ આબુ માઇનસની સપાટીએ

માઉન્ટ આબુ માઇનસની સપાટીએ

ગુજરાતને અડીને આવેલા માઉન્ટ આબુમાં રવિવારે લઘુત્તમ તાપમાન એક જ રાતમાં 5 ડિગ્રી ગગડીને શૂન્ય ડિગ્રીએ પહોંચ્યું હતું. જ્યારે સોમવારે ઠંડીનો ચમકારો વધતાં લઘુત્તમ તાપમાન માઇનસ 0.5 નોંધાયું હતું.

ગાઢ ધુમ્મસના કારણે ટ્રાફિકજામ

ગાઢ ધુમ્મસના કારણે ટ્રાફિકજામ

દિલ્હી એરપોર્ટ પર જીરો વિજિબિલિટી છે. જો કે દિલ્હીમાં હાલ કોઇ વિમાન ઉડાન નથી. સાથે જ ત્રણ આંતરરાષ્ટ્રીય વિમાનોની અવરજવર રદ કરી દેવામાં આવી છે. રસ્તાઓ પર ગાડીઓ ગતિ અટકી ગઇ છે. લોકોને અવરજવરમાં પરેશાની અનુભવી રહ્યાં છે.

મુશ્કેલીમાં મુકાયા લોકો

મુશ્કેલીમાં મુકાયા લોકો

રાજધાની દિલ્હી અને ગુજરાત આજે ઠંડુગાર બની ગયું છે. દિલ્હીમાં આજે ગાઢ ધુમ્મસના કારણે ટ્રેન સેવાઓ અને વિમાન સેવાઓ પર અસર વર્તાઇ છે.

ઉડાણ રદ કરાઇ

ઉડાણ રદ કરાઇ

રાજધાની દિલ્હીમાં આજે સતત બીજા દિવસે છવાયેલ ધુમ્મસના લીધે ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર 40થી વધુ ઘરેલૂ અને આંતરરાષ્ટ્રીય ઉડાણો પ્રભાવિત થઇ. સવારે લગભગ પાંચ વાગે નિર્ધારિત ઉડાણો પર અસર પડી કારણ કે ત્રણેય રનવે પર વિજિબિલીટી ઘટીને 50 મીટરથી ઓછી થઇ ગઇ હતી.

રાજધાની દિલ્હીમાં આજે સતત બીજા દિવસે છવાયેલ ધુમ્મસના લીધે ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર 40થી વધુ ઘરેલૂ અને આંતરરાષ્ટ્રીય ઉડાણો પ્રભાવિત થઇ. સવારે લગભગ પાંચ વાગે નિર્ધારિત ઉડાણો પર અસર પડી કારણ કે ત્રણેય રનવે પર વિજિબિલીટી ઘટીને 50 મીટરથી ઓછી થઇ ગઇ હતી.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગાંધીનગર સહિત રાજ્યના વિવિધ શહેરોમાં ફૂલગુલાબી ઠંઠી શરૂ થઇ ગઇ છે. ઠંડીના લીધે લોકો ગરમ વસ્ત્રોની ખરીદી કરવા માટે સ્વેટર બજાર તરફ દોટ મૂકી રહ્યાં છે. જો કે કાતિલ ઠંડીનો અનુભવ વહેલી સવારે જોવા મળી રહ્યો છે. ત્યારબાદ બપોરના સમયે તાપમાન વધતાં દિવસ દરમિયાન ઓછી ઠંડી અનુભવાઇ રહી છે. જ્યારે સાંજ પડતાં જ ઠંડો પવન ફૂકાતા રસ્તાઓ ફરીથી સુમસામ થવા લાગે છે. હવામાન વિભાગ જણાવ્યું હતું કે હજુ પણ ઠંડીનો વધારો જોવા મળે તેવી શક્યતા છે.

English summary
Weather changed across the state as most of regions recorded a dip in the minimum temperature during last two days.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X