ગાંધીનગરમાં MGNREGA ના કર્મચારીઓએ પ્રતિક ધરણાં અને દેખાવો યોજ્યા!

મનરેગાના કર્મીઓની છેલ્લા બાર વર્ષથી પડતર રહેલી માંગણીઓના કારણે કર્મચારીઓને ઘણો અન્યાય થઈ રહ્યો હોવાની રજૂઆત સાથે રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી મનરેગા ના કર્મચારીઓ ગાંધીનગર ખાતે ઉમટી પડ્યા હતા.

રાજ્યનું પાટનગર ગાંધીનગર એટલે લોકોની સમસ્યાને વાચા આપવાનું અને પોતાના પ્રશ્નોને સરકાર સુધી પહોચાડવા માટેનું સ્થળ. આ પાટનગર ગાંધીનગરમાં સેક્ટર 6 ખાતે આવેલ સત્યાગ્રહ છાવણી ખાતે લોકો પોતાના પ્રશ્નોને વાચા આપવા અને સમસ્યાને સરકાર સુધી પહોચાડવા માટે આંદોલન કે દેખાવો કરતાં હોય છે. ત્યારે, દેશના ગરીબ અને મધ્યમ વર્ગને રોજગારીનું સૌથી મોટું પ્લોટફોર્મ ગણાતી મહત્વની મનરેગા યોજનામાં કામ કરી રહેલા કર્મચારીઓની માંગણીઓને લઇને ગાંધીનગર ખાતે ધરણા કરવામાં આવ્યા હતા.

MGNREGA

આ મનરેગાના કર્મીઓની છેલ્લા બાર વર્ષથી પડતર રહેલી માંગણીઓના કારણે કર્મચારીઓને ઘણો અન્યાય થઈ રહ્યો હોવાની રજૂઆત સાથે રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી મનરેગા ના કર્મચારીઓ ગાંધીનગર ખાતે ઉમટી પડ્યા હતા. યોગ્ય વેતન માટે પગાર વધારો, વિમાનું સુરક્ષા કવચ સહિતની વિવિધ માંગણીઓ લાંબા સમયથી પડતર હોવા છતાં તેઓની રજૂઆત તંત્રના કાન - આંખ સુધી પહોંચતી ન હોવાને પરિણામે રાજ્યના મનરેગા કર્મચારીઓએ ધરણા કરીને તંત્ર સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો.

"અમે અમૃત સરોવર બનાવ્યા હોવા છતાં મનરેગા ના કર્મચારીઓના જીવનમાં ઝેર રેડાયા" હોવાના કાર્ડ બોર્ડ સાથે આજે મનરેગાના કર્મચારીઓએ સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન કરી સરકારને તેમની પડતર માંગણીઓ ઉકેલવા માંગણી કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X