કચ્છ નજીક સેનાનું મીગ-21 દુર્ઘટનાગ્રસ્ત

માહિતી અનુસાર આજે સવારે સેનાનું મીગ-21 લઇને બે જવાનો જઇ રહ્યાં ત્યારે આ ઘટના સર્જાઇ હતી. જો કે, કોઇ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા પાઇલોટે કાબુ મેળવી લીધો હતો તેમ છતાં તે પ્લેનને ક્રેશ થતું અટકાવી શક્યો નહતો. બનાવ અંગેની સત્તાવાર જાહેરાત અધિકારીઓ દ્વારા કરવામાં આવી નથી. હાલ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આ દુર્ઘટના કેવી રીતે ઘટી અને તેની પાછળનું કારણ શું છે તે જાણવા માટે તપાસ હાથ ચલાવી રહ્યાં છે.
અત્રે એ વાત નોંધનીય છે કે, ચાલું વર્ષમાં આ બીજી દુર્ઘટના ગુજરાતમાં ઘટી છે. આ પહેલા જામનગર પાસે એક સેનાને બે એરક્રાફ્ટ દુર્ઘટનાગ્રસ્ત થયા હતા. જેમાં સવાર જવાનોના મોત નિપજ્યા હતા હવે ભુજ પાસેના નળિયા એરબેઝ ખાતે સેના એરક્રાફ્ટ દુર્ઘટનાગ્રસ્ત થયું છે. જામનગર નજીકના સરમત ગામની સીમમાં ભારતીય વાયુસેનાના મીગ-૧૭ પ્રકારના બે હેલિકોપ્ટરો તાલીમ વખતે અથડાયા હતા, જેમાં પાંચ અધિકારી સહિત નવના મૃત્યુ નીપજયા હતા.












Click it and Unblock the Notifications
