ગુજ.માં વધુ એક મેજર પોર્ટ બનાવવાની જાહેરાત કરતા મિલિંદ દેવરા

મિલિંદ દેવરાએ વિશેષ ટગમા પોર્ટનું નિરિક્ષણ કર્યું હતું. ત્યારબાદ તેમણે ગાંધીધામ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા કંડલા પોર્ટ ટ્રસ્ટની કાર્ગો હેન્ડલિંગનાની કામગીરીના ખુબ જ વખાણ કર્યા હતા. શિપિંગ મંત્રીએ ગુજરાતમાં વધુ એક મેજર પોર્ટ શરૂ કરવા કેન્દ્રએ તૈયારીઓ આરંભી દીધી છે.
મિલિંદ કેવરાએ વધુમાં જણાવ્યું કે દેશમાં કુલ 12 જેટલા પોર્ટ છે, જેમાંથી 9 જેટલા બંદરો માટે કેન્દ્રએ સરખી નીતિ અપનાવી છે જ્યારે મુંબઇ, કોલકાતા, અને કંડલા માટે વિશેષ નીતિ હાથ ધરવામાં આવી છે.
શિપિંગમંત્રીએ ઉમેર્યું હતું કે ગુજરાત પાસે 1600 કિલો મિટરનો દરિયાઇ માર્ગ છે, માટે અત્રે વિકાસની તકો વધુ છે. જેને ધ્યાનમાં રાખીને અત્રે વધુ એક મેજર પોર્ટ બનાવવા માટે વિચાર ચાલી રહ્યો છે અને તેના માટે સર્વે પણ હાથ ધરવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
