મંત્રી કુંવરજી હળપતિએ કર્યું લોકાર્પણ, જાણો કેમ છે ખાસ સબડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ
ભરૂચ : ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આયોજીત સબડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ, જંબુસરમાં નવનિર્મિત મકાનનું લોકાર્પણ રાજ્યકક્ષાના મંત્રી આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગ કુંવરજી હળપતિ વરદ્હસ્તે યોજાયો હતો.
ભરૂચ જિલ્લાના પ્રભારીમંત્રી કુંવરજી હળપતિ અને જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામીએ રિબિન કાપી, શ્રીફળ વધેરી અંદાજિત 8.74 કરોડના ખર્ચે નવનિર્મિત મકાન અને તેના ફર્નિચરને પ્રજા માટે ખુલ્લું મૂક્યું હતું.

આ પ્રસંગે ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી પી. આર. જોશીએ કાર્યક્રમને અનુરૂપ ઉદ્બોધન આપી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આવકારી તમામનું સ્વાગત કર્યું હતું. દીપની જેમ આરોગ્યની સેવાઓ સતત પ્રજ્વલ્લિત રહે તેવી પ્રાર્થના સાથે મંચસ્ત મહાનુભાનવોના હસ્તે દીપપ્રાગ્ટ્ય કરાયું અને મંચસ્ત મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી અભિવાદન કરવામાં આવ્યું હતું.
આ લોકાર્પણ સમારોહ પ્રસંગે, પ્રભારી મંત્રી કુંવરજી હળપતિએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે, આજનો દિવસ આપણા માટે અનેરો બનવા જઈ રહ્યો છે. જેનું કારણ લાંબાગાળા બાદ અત્યાધુનિક હોસ્પિટલનું લોકાર્પણ થયું છે. રાષ્ટ્રને જો વિકાસશીલ રાષ્ટ્રમાંથી વિકસિત રાષ્ટ્રના હરોળમાં લાવવું હોય, તો બે સ્તંભને મજબૂત કરવામાં આવે તો જ વિકસિત રાષ્ટ્રની બની શકે. આ બે સ્તંભો પૈકી પહેલો સ્તંભ સ્વાસ્થ્ય તથા બીજો સ્તંભ શિક્ષણ છે. તેના જ કારણે આ બંન્ને ક્ષેત્રને વર્તમાન સરકારે વિશેષ પ્રાધાન્ય આપતા સંવેદનશીલ બનીને નાગરિકોનું જીવન સુખમય બને તે માટે અથાક પ્રયત્નો કર્યા છે.
કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે, નમોને પસંદ એજ અમોને પસંદ, વાદ નહીં વિવાદ નહી, આરોગ્ય સિવાય બીજી કોઈ વાત નહી, એમ કહેતા, લાંબાગાળા બાદ આ વિસ્તારના લોકોના આરોગ્ય માટે અંદાજે 8 કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધા ધરાવતી હોસ્પિટલ બની છે. જેના થકી જંબુસર અને આમોદ તાલુકાના લોકોને ઘરઆંગણે લાભ મળશે.
કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે, આપણી ગરવી ગુજરાતની ભુમિ ખરેખર પાવન અને પવિત્ર રહી છે. જેના કારણે જ ગુજરાતે અનેક મહાત્માઓ અને મહાપુરૂષ મળ્યા છે. ભગવાન કૃષ્ણ પણ મથુરા છોડી દ્નારકા નગરીમાં રહેવા આવ્યા, આપણા મહાત્મા ગાંધી પણ રાજકોટમાં જન્મ્યા અને ભારતને અંગ્રેજોને ગુલામીમાંથી આઝાદ કરવામાં સફળ રહ્યા. તેવા જ ગુજરાતના પનોતા પુત્ર અને દીર્ધદષ્ટાં નરેન્દ્ર મોદીએ ભારત દેશને નવી દીશા આપી ભારતનું નામ વિશ્વફલક ઉપર પ્રખ્યાત બનાવ્યું છે.
આરોગ્યની વાત કરતા કુંવરજી હળપતિએ નોધ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે આપણને આયુષ્યમાન કાર્ડની સગવડ આપી આરોગ્ય વિષયક ગેરંટી આપી છે. એટલે જ સંવેદનશિલ સરકારે આયુષ્યમાન કાર્ડની લિમીટ વધારીને રૂા. ૧૦ લાખ કરી દેવામાં આવી છે. તેમના જનહિતના નિર્ણયની આપણે સરાહના કરવી જ જોઈએ.
કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં ગરીબોની ચિંતા કરતા આપણા દીર્ધદષ્ટાં નરેન્દ્ર મોદીની આગેવાની અને કુશળ કામગીરીના કારણે ભારતના ડૉક્ટર્સ અને વૈજ્ઞાનિકોએ કોરોના પ્રતિરોધક રસી બનાવી તમામને વિનામુલ્યે રસીકરણની ભેટ આપી મોતના મુખમાંથી ઉગાર્યા હતા. ગુજરાતે પ્રગતિની દોડ મૂકી છે. જેની દોડમાં ભરૂચ જિલ્લો પણ અગ્રેસર રહેતા એક્ષપ્રેસ વે બુલેટ ટ્રેન જેવા મોટા પ્રોજેક્ટો હાલ પ્રગતિ હેઠળ છે. જેના નિર્માણ થકી ભરૂચ જિલ્લાનો વિકાસ ગગનને આંબશે.
પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને શિક્ષણ અને આરોગ્યની ચિંતા છે. તેના જ કારણે અંદાજિત રૂપિયા 3410 કરોડનું બજેટ તેમણે આ ક્ષેત્ર માટે આપ્યું છે. ભરૂચ જિલ્લામાં યુવાનો માટે આવનાર સમયમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવનાર છે. તે જ પ્રકારે વધુમા વધુ રોજગારી તમામને મળે તે હેતુથી આગોતરા પ્રયાસ કરીશું. આ વેળાએ જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પા પટેલ તથા જંબુસરના ધારાસભ્ય ડી. કે. સ્વામીએ પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા આરોગ્ય સિમિતી ચેરમેન આરતી પટેલ, જંબુસર નગરપાલિકા પ્રમુખ ભાવના રામી, નગરપાલિકા પ્રમુખ અંજુ સિંધા, તાલુકા પ્રમુખ વિમલ પટેલ, આમોદ નગરપાલિકા પ્રમુખ આમોદ મહેશ પટેલ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જે. એસ. દુલેરા, પ્રાંત અધિકારી જંબુસર, મામલતદાર જંબુસર અને અન્ય અધિકારી તેમજ મોટી સંખ્યામાં નગરજનોની પ્રેરક ઉપસ્થિતિ રહ્યા હતા.
સબડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ જંબુસર તાલુકા સહિત ત્રણ લાખ જેટલા નાગરિકોને આરોગ્ય વિષયક સેવાઓ પૂરી પાડવાની ક્ષમતા ધરાવતી હોસ્પિટલ બની રહેશે. પ્રભારીમંત્રી કુંવરજી હળપતિ અને જંબુસરના ધારાસભ્ય ડી. કે. સ્વામીએ રિબિન કાપી નવનિર્મિત મકાનને પ્રજા માટે ખુલ્લું મૂક્યું હતું. અને હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેઓએ ફરજ પર હાજર સ્ટાફ સાથે વાતચિત કરી સલાહ સૂચનો આપ્યા હતા.
રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર જંબુસર ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્રની નવી 10 પથારી સાથે કુલ 50 તેમજ પી. પી. યુનિટ- 6 પથારી સહિત કુલ 56 પથારીની સુવિધા હાલમાં ઉપલબ્ધ છે. સરકાર દ્વારા તારીખ 23 ઓક્ટોબર, 2019 થી સામુહિક આરોગ્ય કેન્દ્ર જંબુસરને અપગ્રેડ કરીને 50 પથારીની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં રૂપાંતર કરવામાં આવી છે.
નવી બિલ્ડિંગ અંગે વર્ષ : 2019-20માં રૂપિયા 671 લાખ ખર્ચની વહીવટી અને નાણાંકીય મંજૂરી હુકમો અન્વયે પીઆઈયુ ભરૂચ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ બાંધકામ માટે તારીખ 17 જાન્યુઆરી, 2020ના રોજ ખાતમૂર્હુત કરી બીલ્ડિંગ બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તારીખ 7 જુલાઈ, 2021 અન્વયે સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ જંબુસર માટે નવીન હોસ્પિટલ માટે ફર્નિચર વિગેરે માટે પીઆઈયુ ભરૂચ હેઠળ રૂપિયા 200 લાખ ફાળવણી કરવામાં આવી હતી.
હોસ્પિટલમાં ઉપલ્ધ હશે આ સુવિધાઓ - સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ જંબુસર તાલુકા તેમજ આસપાસના તાલુકાના ત્રણ લાખ જેટલા નાગરિકોને આરોગ્ય વિષયક તમામ સેવાઓ પૂરી પાડે છે. અહીં હોસ્પિટલ ખાતે દરરોજ 400 થી 500 દર્દીઓની એવરેજ ઓપીડી રહે છે. રોજના અંદાજે 50 થી 60 જેટલા ઈન્ડોર દર્દીઓની દૈનિક ધારણે સારવારનો લાભ લે છે. તેમજ દર મહિને 100 જેટલી પ્રસૂતિ દર્દીઓ સારવાર મેળવે છે. દર મહિને 100 જેટલા મેજર/માઈનોર ઓપરેશન સર્જરીની કાર્યવાહી પણ કરવામાં આવે છે.
આ ઉપરાંત અહીંયા પોસ્ટ પાર્ટમ યુનિટમાં ફેમીલી પ્લાનિંગ પ્રોગ્રામ ( કુટુંબ નિયોજન ), ઈમ્યુનાઈઝેશન કામગીરી, એએનસી/ પીએનસી ક્લિનિક, મમતા ઘર, સીએમટીસી ન્યૂ બોર્ન કેર વગેરે તમામ સેવાઓ પૂરી પાડવામાં આવે છે.
સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ જંબુસર ઉપલ્બ્ધ ડૉક્ટર્સ
- અધિક્ષક
- આરએમઓ
- ફિજિશિયન
- જનરલ સર્જન
- ગાયનેકોલોજિસ્ટ
- બાળરોગ નિષ્ણાંત
- એનેસ્થેટિસ્ટ
- ઓર્થોપેડિક સર્જન
- ફિજિયોથેરાપિસ્ટ
- ડેન્ટલ
આ સાથે સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ જંબુસરમાં બ્લડ સ્ટોરેજ યુનિટ, PSA ઓક્સિજન સેન્ટ્રલ લાઈન, આઈસીયુ વગેરે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
