વીડિયો: 4 વર્ષના બાળકનો ચમત્કારી બચાવ, કાર નીચે ચકદાયો પણ...

કહેવાય છે ને કે રામ રાખે તેને કોણ ચાખે તેવી જ કંઇક વાતનો પુરવો મળ્યો છે સેલવાસમાં. સેલવાસની નેનો સોસોયટીમાં એક કાર ચાલક કારને રિવર્સ લેતી વખતે 4 વર્ષના બાળકને કૂચડી નાંખ્યો. ફોર્ડ ઇકો કારના ચાલક બાળકને કૂચડ્યા બાદ તરત ત્યાંથી રફૂચક્કર થઇ ગયો પણ કહેવાય છે કે મારનાર કરતા બચાવનાર મોટો છે. અને આવું જ કંઇ થયું આ બાળક સાથે કારના ટાયર સાથે આ બાળકનું શરીર રબરના ગોળાની જેમ ચકદાયું. તેના માથા પરથી પણ ટાયર ફરી વળ્યું પણ તેમ છતાં થોડીક જ ક્ષણોમાં બાળક ફરીથી ઊભુ થઇ ગયું.

આ ચાર વર્ષના બાળકનું નામ તેજસ જયસ્વાલ છે. જો કે આ અકસ્માતના કારણે તેના બંને પગમાં ફ્રેક્ચર થયું છે. પણ તેના પ્રાણ બચી ગયા છે જે વાતનો તેના મા-બાપ હાશકારો લીધો છે.

video

જો કે આ ધટના બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેમણે આ બાળકના મા-બાપને દોડતા કર્યા હતા. પણ કાર ડ્રાઇવર ત્યાંથી ભાગી નીકળવામાં સફળ થયો હતો. જો કે આ તમામ ધટના સોસાયટીમાં લાગેલા સીસીટીવીમાં કેમેરામાં કેદ થઇ ગઇ હતી. ત્યારે કેવી રીતે સેલવાસના એક ચાર વર્ષના બાળકનો આબાદ બચાવ થયો છે તે વિષે જુઓ આ વીડિયોમાં.
નોંધ- આ વીડિયોના કેટલાક દ્રશ્યો તમને વિચલિત કરી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X