For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મધુ શ્રીવાસ્તવઃ કુકર્મી જયેશ પટેલના દીકરાએ મને 5 કરોડ ઓફર કર્યા

|
Google Oneindia Gujarati News

વાધોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જયેશ પટેલ દુષ્કર્મ મામલે એક મોટો ઘટસ્ફોટ કર્યો છે. મધુ શ્રીવાસ્તવે મોટા ખુલાસો કરતા કહ્યું છે કે જયેશ પટેલના રેપ કેસમાં તેના પુત્ર દ્વારા મધુ શ્રીવાસ્તવને 5 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી છે. આટલી મોટી રકમ મધુ શ્રીવાસ્તવને મોઢું બંધ રાખવા માટે કરવામાં આવી છે. નોંધનીય છે કે જયેશ પટેલનું રાજકીય સ્ટેટસ જોતા મધુ શ્રીવાસ્તવે આ કેસ પર સીબીઆઇ તપાસની માંગણી કરી હતી.

જે બાદ તેમને પોતાનું મોઢું બંધ રાખવા માટે આ ઓફર કરવામાં આવી છે. એટલું જ નહીં મધુ શ્રીવાસ્તવે કહ્યું છે કે આ માટે આ ઓફર માટે ભાજપના કાર્યકર નાનજી પટેલ દ્વારા તેમને પાંચ કરોડની ઓફર કરી હતી. સાથે જ આ મોટા ખુલાસા સાથે મધુ શ્રીવાસ્તવે મીડિયા માધ્યમોને જણાવ્યું હતું કે જો આ કેસમાં મને આટલી મોટી રકમની ઓફર થઇ શકતી હોય તો પોલીસને પણ ચોક્કસથી ઓફર થઇ જ હશે. જેના કારણે તેમણે આ કેસની તપાસ સીબીઆઇને સોંપવા માટે રાજ્ય સરકારમાં માંગ કરી છે.

jayesh patel

નોંધનીય છે કે કુકર્મી જયેશે આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. 9 દિવસની રિમાન્ડ બાદ પણ જયેશ પટેલે તેનો ગુનો કબૂલ્યો નથી. ના જ આ મામલે પોલિસને કોઇ સહકાર આપ્યો છે. ત્યારે પોલિસ જયેશ પટેલને વાધાડિયા કોર્ટમાં રજૂ કરીને વધુ રિમાન્ડ માંગી શકે છે. સાથે જ આ કેસમાં લાઇવ ડિટેક્ટરની મદદ લેવાની વાતો પણ ચર્ચાઇ રહી છે. ત્યારે આજે કોર્ટમાં જયેશને રજૂ કર્યા પછી કોર્ટ શું નિર્ણય કરે છે તે જોવાનું રહ્યું.

English summary
Waghodia MLA madhu srivastava: Jayesh patel son's offer me 5 crore
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X