For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આખરે મોડાસાની યુવતીના મૃત્યુ પરથી ઉંચકાયો પરદો, SITની તપાસમાં થયો ખુલાસો

આખરે મોડાસાની યુવતીના મૃત્યુ પરથી ઉંચકાયો પરદો, SITની તપાસમાં થયો ખુલાસો

|
Google Oneindia Gujarati News

રાજ્યમાં ચકચારી અરવલ્લી જિલ્લાના મોડાસામાં સાયરા ગામની દલિત યુવતી અપમૃત્યુકાંડમાં સીઆઇડીના વડા ગૌતમ પરમારની અધ્યક્ષતામાં રચાયેલ સીટની ટીમે અનેક ખુલાસા કર્યા છે. સીટની ટીમે પીડિતા સાથે દુષ્કર્મ થયો હોવાનું અને તેની હત્યા કરાઇ હોવાનું ખારીજ કર્યુ છે. આ ઉપરાંત સતિષ ભરવાડ એજ બિમલ હોવાનો પણ ખુલાસો કર્યો છે. સીટની તપાસ પુર્ણ કર્યા બાદ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યા પ્રમાણે પીડીતા આરોપી બિમલ ભરવાડના પ્રેમમાં હતી, પરંતુ બિમલ પરણિત હોવાના કારણે બિમલ પીડીતાને પોતાની સાથે રાખી શકે તેમ ન હતો. આ મામલે ઝઘડો થયા બાદ યુવતીએ હતાશામાં આવી ઝાડ સાથે લટકીને આત્મહત્યા કરી લીધી હતી.

રિપોર્ટમાં ખુલાસો

રિપોર્ટમાં ખુલાસો

રિપોર્ટમાં એવું પણ જણાવાયું છે કે, પેનલ ડોક્ટર્સ દ્વારા કરાયેલા પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં જણાવાયું છે કે પીડીતા સાથે કોઈપણ પ્રકારનું દુષ્કર્મ થયું નથી, પરંતુ તેના શરીર પર મળેલા ઈજાના નિશાન તે ઝાડ પર લટકી ત્યારે વડવાઈઓ સાથે ઘસાવાના કારણે થયેલી ઈજાઓ છે. પીડીતા તેમજ પીડીતાની બહેન સાથે વિમલ ભરપવાડના પ્રેમ સંબંધ હતા, બિમલ બંને બહેનો સાથે પોતાનો સંબંધ જાળવી રાખવા માટે અલગ અલગ નામે લીધેલા ચાર મોબાઈલ ફોનનો ઉપયોગ કરતો હતો. શરૂઆતના ગાળામાં બિમલે પોતે પરણિત હોવાની વાત પીડીતાથી છુપાવી હતી. પીડીતાએ જ્યારે બિમલ સાથે રહેવાની જીદ પકડી ત્યારે બિમલે પોતે પરણીત હોવાની વાત કરી હતી. મૃતક મહિલા બિમલ ભરવાડ સાથે રહેવા માંગતી હતી જેના કારણે આપઘાત કર્યો હોવાનું પણ બહાર આવ્યું છે.

સીટની તપાસમાં થયો મોડાસા કાંડનો ખુલાસો

સીટની તપાસમાં થયો મોડાસા કાંડનો ખુલાસો

સીટની તપાસ મુજબ, બિમલ ભરવાડે પ્લાન કર્યો હતો કે, જો પીડીતાને પોતાના કોઈ મિત્ર સાથે સંબંધ બાંધી દેવામાં આવે તો પોતાનો છૂટકારો થશે. આથી તેણે પોતાના મિત્ર વિપુલ ભરવાડને પીડીતા સાથે સંબંધ રાખવા જણાવ્યું હતું. આમ છતાં પીડીતાએ બિમલ સાથે જ ઘર માંડવાની વાત કરી હતી. 30 ડિસેમ્બરે પીડીતા કોમ્પ્યુટર ક્લાસનું ફોરમ ભરવા જાય છે તેમ કહી નીકળી હતી અને બિમલને મળવા બોલાવ્યો હતો. બિમલની કારમાં લાંબી રકઝક થઈ હતી અને પીડીતાએ ધમકી આપી કે જો તે પોતાની સાથે ઘર નહીં માંડે તો બિમલ ભરવાડની પત્નીને તે આ સંબંધોની જાણ કરવાની ધમકી પણ પીડિતાએ આપી હતી જેના કારણે બિમલ ભરવાડ અને મૃતક યુવતી વચ્ચે ચકમક પણ થઇ હતી.

હત્યા કે આત્મહત્યા માટે રિકંસ્ટ્રક્શન

હત્યા કે આત્મહત્યા માટે રિકંસ્ટ્રક્શન

હત્યા કરાઇ કે આત્મહત્યા તેની તપાસ માટે ફોરેન્સીક અધિકારીઓની હાજરીમાં પીડીતાની કાઠીની મહિલા કોન્સ્ટેબલ દ્વારા આત્મહત્યાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. જોકે સીટની ટીમને કેટલીક કડીઓ હજુ પણ મેળવવાની બાકી હોવાથી સીટની ટીમ દ્વારા બિમલ ભરવાડના નાર્કોટેસ્ટની કોર્ટમાં માંગણી કરવામાં આવી હતી. જેમાં અદાલતે નાર્કો ટેસ્ટની મંજૂરી પણ આપી હતી.

કોરોનાવાયરસથી ભારતમાં પહોલું મોત, 76 વર્ષીય વૃદ્ધએ દમ તોડ્યોકોરોનાવાયરસથી ભારતમાં પહોલું મોત, 76 વર્ષીય વૃદ્ધએ દમ તોડ્યો

English summary
Modasa Girl Death: Shocking revelations in SIT's report
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X