મોદીએ મૂક્યો આરોપ- ' કોંગ્રેસ સીબીઆઇની સાથે ચૂંટણી લડશે'

અમદાવાદ, 11 સપ્ટેમ્બર: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વિધાનસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી અને યુવાનોને આકર્ષિત કરવાની સાથે-સાથે કોંગ્રેસ પર પ્રહાર પણ કર્યો હતો. તેમણે આરોપ મૂક્યો હતો કે કોંગ્રેસ ગુજરાતમાં એકલાં હાથે નહી પણ કેન્દ્રિય તપાસ બ્યૂરો (સીબીઆઇ)ની મદદથી તેમની ઘેરાબંધીના હેતુથી ચૂંટણી લડશે.
ગુજરાતના મુખ્યમંત્રીએ કોંગ્રેસને ચેતાવણી આપતાં કહ્યું હતું કે ગુજરાતની ચૂંટણી ક્યારેય હિંસક બની નથી અને કોંગ્રેસ પાર્ટી એવું કંઇ ના કરે જેનાથી ગુજરાતમાં યોજાનારી ચૂંટણી પર કલંક લાગે. તેમને ગુજરાત કોંગ્રેસના નેતાઓ પર મેણું મારતાં કહ્યું હતું કે દિલ્હીમાં બેઠેલા કોંગ્રેસી નેતા તેમની વાત સમજી શકે માટે તે પોતાનું ભાષણ હિંદીમાં આપી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
