હવે મારું ભાષણ પણ દેશના કામે આવશેઃ મોદી

Posted By: Sriram
Subscribe to Oneindia News

ગાંધીનગર, 19 ફેબ્રુઆરીઃ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે આર્થિક વિકાસ માટે ફાઇનાન્સિયલ સર્વિસ મુદ્દે નેશનલ સમિટમાં સંબોધન કરવામાં આવ્યું હતું. જેમા તેમણે ફાઇનાન્સિયલ સેક્ટરના વિકાસ અંગે પ્રેરક ઉદ્બોધન આપ્યું હતું. આ સાથે જ તેમણે નાણામંત્રી પર આડકતરી રીતે પ્રહાર કર્યો હતો.

narendra-modi
આ તકે તેમણે કહ્યું કે, ગુજરાતી પૈસાનું મુલ્ય પણ સમજે છે અને તેનો પ્રભાવ અને ઉપયોગ પણ સમજે છે. પૈસાનું મહાત્મ્ય સમજીને અમે ગિફ્ટ સિટીનું નિર્માણ કર્યું. રોજગારી મહત્વની છે અને એ દિશામાં કામ ચાલી રહ્યું છે. ઇન્ફોર્મેશન ટેક્નોલોજીમાં આપણું નામ છે, પરંતુ મોટાભાગે આઉટસોર્સ અને જોબ એક્ટિવિટી સાથે જોડાઇ ગયા છે, બીપીઓ સેન્ટર સુધી સીમિત છે, 21મી સદી પ્રભાવ કરનારી આ ટેક્નોલોજીમાં આપણે સીમિત થઇ ગયા છે.

જેમ્સ એન્ડ જ્વેલરીનું મોટું માર્કેટ છે, પરંતુ આપણે ત્યાં ફાઇનાન્સિયલ અને ઇનકરેજની ઉણપ છે. આપણે લેબર અને ટેલેન્ટ બન્નેને એક્સપોર્ટ કરવા જોઇએ. જો એ નહીં કરીએ ત્યાં સુધી સ્પર્ધા નહીં કરી શકીએ. આપણે પ્રવાસન એ વિશ્વનું સૌથી ઝડપી વિકસતું સેક્ટર છે, પરંતુ આપણે ત્યાં લોકલ અને હાઇ ટૂરિસ્ટ આવે છે, પરંતુ આપણે કેવી રીતે હાઇ કોસ્ટ ટૂરિસ્ટને કેવી રીતે આકર્ષીએ તે દિશામાં કામ કરવાની જરૂર છે. જો આપણે તે કરીશું તો આપણે સ્થિતિને બદલી શકીશું.

મોર્ડન અર્બન કોન્સેપ્ટ, આપણા માટે ઘણું જરૂરી છે કે નવા શહેરોનું નિર્માણ કરીએ. દરેક યુગમાં નવા શહેરનું નિર્માણ થયું છે. તેમ છતાં આપણે ત્યાં સ્થિરતા આવી ગઇ છે. આપણે એક નવા યુગની દ્રષ્ટિથી એવા શહેરોનું નિર્માણ કરવાની જરૂર છે, જેમ કે સ્પોર્ટ્સ સિટી, નોલેજ સિટી, ફાઇનાન્સ સિટી જો આવા શહેર હશે તો આપણને એમપાવરમેન્ટ મળશે. આ શહેરોમા એક જ પ્રકારની સેવા સાથે જોડાયેલા હોય તો આપણે દેશમાં વિશ્વની બરોબરીમાં મોટા શહેરો રજૂ કરવા જોઇએ. જે દિશામાં અમે પ્રયાસ કર્યા છે.

સ્કિલ ડેવલોપમેન્ટના ક્ષેત્રમાં વડાપ્રધાને ગુજરાતને એવોર્ડ આપ્યો છે. ગુજરાત સ્કિલ ડેવલોપમેન્ટમાં કામ કરી રહ્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નોલોજી પર જેટલું બળ છે તેટલું જ બળ હ્યુમન ઇન્ફ્રાસ્ટ્ર્ચર પર છે અને આ ત્રણેયને મેળવીને વાઇબ્રન્ટ માહોલ ઉભો થઇ શકે છે અને જો તેમા ફાઇનાન્સિયલ સેક્ટર તેની સાથે જોડાય જાય તો નવી દિશા મળી શકે છે. નાના દેશો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દિશામાં આગળ વધી શકે છે તો ભારત આટલો મોટો દેશ છે તે પણ આ દિશામાં આગળ વધી શકે છે, ગુજરાતે આ દિશામાં પહેલ ચાલું કરી છે. જો ફાઇનાન્સિયલ સેક્ટર આ પહેલમાં જોડાય તો દેશ આગળ વધી શકે છે.

હમણા આપણા દેશના નાણામંત્રી હાર્ડવર્ક કરી રહ્યાં છે, ત્યારે મને થયું કે તેઓ કઇ દિશામાં હાર્ડવર્ક કરી રહ્યાં હશે, પરંતુ મને કાલે સાંજે ખબર પડી કે તેઓ કઇ દિશામાં હાર્ડવર્ક કરી રહ્યાં છે. ભારતની રેવન્યુને વધારવા માટે તેઓએ એક કામ કર્યું. મોદીની સ્પીચ પર ટેક્સ લગાવવામા આવે તો દેશની રેવન્યુ વધી શકે છે. ત્યારે મને ખબર પડી કે નાણામંત્રી આ દિશામાં હાર્ડવર્ક કરી રહ્યાં છે. મારા માટે એ ખુશીની વાત છે કે હવે મારું ભાષણ પણ દેશના કામે આવી રહ્યું છે. દેશ સેવા કરવા માટેનું માત્ર આ એક ક્ષેત્ર બાકી હતું.

English summary
Narendra Modi to address National Summit on "Financial Services – A key driver for economic growth" at GIFT City, Gandhinagar.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.