નરેન્દ્ર મોદી, અમિત શાહ પાસે ઇશરત એન્કાઉન્ટરની જાણકારી હતી

isharat-jahan-fack-encounter
અમદાવાદ, 28 જૂન : સીબીઆઇની તપાસમાં એક પછી એક બાબતો બહાર આવતા ઈશરત જહાં નકલી એન્કાઉન્ટર કેસમાં નવો વળાંક આવ્યો છે. સીબીઆઈના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે ઈશરત જહાં નકલી એન્કાઉન્ટરની જાણકારી ગુજરાતનાં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમનાં નજીક ગણાતા અમિત શાહને પહેલેથી હતી.

ઉલ્લેખનીય છે કે 15 જૂન, 2004માં અમદાવાદમાં ઈશરત જહાં, જાવેદ શેખ, અમજદ અલી રાણા અને જીશાનને પોલીસે નકલી એન્કાઉન્ટરમાં મારી નાંખ્યા હતા. આ તરફ ગુજરાત સરકાર આ અંગે કોઈ પણ પ્રતિક્રિયા આપવાનો ઈન્કાર કરતા કહ્યું કે આ ફક્ત મીડિયાનો રિપોર્ટ છે પહેલા સીબીઆઈને ચાર્જશીટ ફાઈલ કરવા દેવી જોઈએ.

કેટલાક દિવસ પહેલા જ નરેન્દ્ર મોદીએ સીબીઆઈને ‘કોંગ્રેસ બ્યૂરો ઑફ ઈન્વેસ્ટિગેશન' કહેતા આરોપ લગાવ્યો હતો કે, તપાસ એજન્સીઓ પોતાનાં રાજકીય આકાઓનાં કહેવાથી ગુજરાતનાં અધિકારીઓ અને પ્રધાનો વિરૂદ્ધ ષડયંત્ર રચી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X