ભાવનગરમાં નરેન્દ્ર મોદીએ મહત્વની 3 જાહેરાત કરી

Narendra modi
ભાવનગર, 15 સપ્ટેમ્બર: સ્વામી વિવેકાનંદની ૧પ૦મી જન્મ જયંતિની ઉજવણી અંતર્ગત 15મી સપ્ટેમ્બરના રોજ સવારે 11 કલાકે જવાહર મેદાન ખાતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ યુવા પરિષદમાં હજારો યુવાનોને સંબોધ્યા હતા અને રમતવીરોને પ્રોત્સાહિત કરવાના હેતુથી ભાવનગર જિલ્લાના રમતવીરોને ક્રિકેટકિટ,વૉલીબૉલ કિટ,ચેસ કિટ આપી હતી. અને તેમને કહ્યું રમતપ્રેમીઓ માટે દરેક જિલ્લામાં સ્પોર્ટ્સ સ્કૂલ સ્થાપવામાં આવશે.

સ્વામી વિવેકાનંદના જીવન, સંદેશ લઈ વ્યક્તિ ઘડતર અને રાષ્ટ્રના નિર્માણમાં યુવા શક્તિ સહભાગી બને તેવા શુભ આશયથી ભાવનગર શહેર-જિલ્લા સહિ‌ત રાજ્યભરમાં સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રોની રચના કરવામાં આવી છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતીમાં સભા સંબોધવાની શરૂઆત કરી હતી પરંતુ મિડિયાકર્મીની માંગણીને ધ્યાનમાં રાખતાં તેમણે હિન્દીમાં ભાષણ ચાલુ કર્યું હતું. નરેન્દ્ર મોદી એફડીઆઇ મુદ્દે ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે દિલ્હીથી હંમેશા આંસુ સરાવતાં નકારાત્મક જ સમાચાર આવે છે જ્યારે ગુજરાતમાં સકારાત્મક સમાચાર મળતાં હોવાથી મીડિયાકર્મીઓ મને હિંદીમાં ભાષણ આપવાનું કહે છે.

ભાવનગરમાં વિવેકાનંદ જન્મ જયંતીની ઉજવણી દરમિયાન મુખ્યમંત્રીએ 3 મહત્ત્વની જાહેરાત કરી. નરેન્દ્ર મોદીએ મહુવા નગરપાલિકા હસ્તકની હોસ્પિટલની જવાબદારી રાજ્ય સરકાર લેશે તેવી જાહેરાત કરી. તેમજ આ હોસ્પિટલને જિલ્લા સ્તરની હોસ્પિટલનો દરજ્જો પણ અપાશે. બીજી જાહેરાત ગામડાંના વિદ્યાર્થીઓ માટે રાજ્યભરમાં 62 હોસ્ટેલો બનાવવાની મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી, જેમાં 32 હજાર વિદ્યાર્થીઓના સમાવેશ થઈ શકશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X