મોદીએ યુવાનોને પૂછ્યું : કોંગ્રેસમાં વિશ્વાસ મૂકી શકાય?

મંગળવારે બપોરે 12 વાગે વિવેકાનંદ યુવા સંમેલનમાં મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી અને વડા પ્રધાન મનમોહન સિંહ અને કોંગ્રેસ પર પ્રહારો કરતા જણાવ્યું કે સોનિયા ગાંધીએ વિદેશ પ્રવાસમાં અંદાજે 2000 કરોડ રૂપિયા ખર્ચ્યા એ સમાચાર જુલાઇમાં એક સમાચાર પત્રમાં છપાયા હતા.
મોદીએ જણાવ્યું કે 'મેં આ વાત કરી ત્યારે કોંગ્રેસના મિત્રો મારા વિરુધ્ધ ઉહાપોહ કરે છે પણ જુલાઇથી ઑક્ટોબર સુધી સમાચાર પત્રો પાસે જવાબ માંગવાનો સમય કેમ ના મળ્યો. સમાચાર ખોટા હતા તો તેને નકારવાની અને કાયદાકીય કાર્યવાહી શા માટે કરી નહીં.'
મોદીએ જણાવ્યું કે 'મારા નિવેદનોને કારણે ઘણા લોકો કહે છે કે મોદીનું મગજ ખરાબ થઇ ગયું છે. મોદીએ ડૉક્ટર પાસે જવું જોઇએ. મારા ડૉક્ટર તો અહીં બેઠા છે. મારા ડૉક્ટર છ કરોડ ગુજરાતીઓ છે. તેમને મારી તબિયતની પૂરેપૂરી ખબર છે. મારા કોંગ્રેસના મિત્રો રિસાઇ ગયા છે, તેમને કેવી રીતે મનાઉં? મારે એક વાત એ પણ સ્પષ્ટ કરવી છે કે કોઇએ મેડમ સોનિયાના અંગત જીવન અંગે પૂછ્યું નથી. બિમારીનો મુદ્દે તો આ વર્ષે આવ્યો. તેમની યાત્રા અંગેના પ્રશ્નો તો ત્રણ વર્ષ પહેલા પૂછવામાં આવ્યા હતા.'
આ મુદ્દાને ઇમોશન મુદ્દો શા માટે બનાવવામાં આવી રહ્યો છે. મેડમ સોનિયાની વિદેશ મુલાકાત અંગેનો પ્રશ્ન એક નવયુવાને પૂછ્યો છે. તમે આરટીઆઇ અંગે દુનિયાભરમાં ઢંઢેરો પીટો છો. તો તમારે તેનો જવાબ આપવો જોઇએને. મેં સમાચાર પત્રમાં જ વાંચ્યું હતું કે સોનિયા પાછળ રૂ. 1880 કરોડ એટલે કે અંદાજે રૂ. 2000 કરોડનો ખર્ચો થયો છે. આ હિસાબ જાહેર થવો જોઇએ.
હું આ અંગે હિસાબ માંગુ છું ત્યારે મને ધમકી આપવામાં આવી રહી છે. તમે જ જણાવો શું મારે આવી ધમકીઓથી ગભરાઇ જવું જોઇએ ? મારે ન્યાયની લડાઇ છોડી દેવી જોઇએ? હું ફરી કહી રહ્યો છું કે હું સોનિયાજી પાસેથી કોઇ જવાબ માંગી રહ્યો નથી. હું વડા પ્રધાન મનમોહન સિંહ અને તેમની સરકાર પાસેથી જવાબ માંગી રહ્યો છું કે કેટલો ખર્ચ થયો. આ માહિતી સમગ્ર દેશ જાણવા ઇચ્છે છે.
કોંગ્રેસ પાટલી બદલુ પાર્ટી
તેમણે આગળ જણાવ્યું કે ગુજરાતની ટેલિવિઝન પર કોંગ્રેસની એડમાં થપ્પડ મારવાને પાપ ગણાવી ગુજરાતની સંસ્કૃતિની વિરુધ્ધ ગણાવ્યું છે. અચાનક બે દિવસ પહેલાથી તેઓ જ થપ્પડ મારવાની એડ કરી રહ્યા છે. હવે તમે જ જણાવો આવા લોકો પર વિશ્વાસ કરાય? જે પોતે જ બે સપ્તાહમાં બદલાઇ જાય, એવા પાટલી બદલુ અને વારંવાર જાતે જ દિશા બદલી લેનારા પર ભરોસો કરાય? આ કોંગ્રેસવાળાઓને એ પણ ખબર નથી કે દિશા કેવી રીત બતાવાય છે.
40,000 નવ યુવાનોને રોજગારી પત્ર
સ્વામી વિવેકાનંદની 150મી જન્મજયંતિના વર્ષમાં સુરત, વડોદરા, રાજકોટમાં ચાર કાર્યક્રમો કર્યા અને નવ યુવાનોને બોલાવીને તેમને રોજગાર આપ્યો છે. આજે મહાત્મા મંદિર અને રાજ્યના વિવિધ જિલ્લાઓના મુખ્યાલયોમાં ચાલી રહેલા કાર્યક્રમોમાં એક જ દિવસમાં 40,000 નવ યુવાનોને રોજગાર નિયુક્તિ પત્રો આપવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
