For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીની દિવાળી શુભેચ્છા! ટ્વિટર યુગમાં પત્ર લખીને શુભેચ્છા પાઠવવા આહ્વાન

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 30 ઓક્ટોબર: ગુજરાતના મુખ્યમંત્રી અને વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ ભારતના લોહપુરૂષ અને ખેડૂતપુત્ર સરદાર પટેલની જન્મજયંતિની પૂર્વસંધ્યાએ પોતાના બ્લોગ પર શ્રદ્ધાંજલિ સંદેશ મૂક્યો છે. મુખ્યમંત્રીએ રાજ્ય તથા દેશની જનતાને પણ સરદાર પટેલ જેવા મહાપુરૂષના સપનાને પૂર્ણ કરવા આહ્વાન કર્યું હતું. આ ઉપરાંત નરેન્દ્ર મોદીએ પોતાના બ્લોગમાં રાજ્ય તથા દેશના નાગરિકોને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. મોદીએ આધુનિક યુગમાં પણ પત્ર લખીને દિવાળીની શુભેચ્છા પાઠવવા લોકોને આહ્વાન કર્યું છે. મુખ્યમંત્રીનો શુભેચ્છા સંદેશ આબેહૂબ આ પ્રમાણે છે...

પ્રિય મિત્રો,
મને ખાતરી છે કે તમે તહેવારોની મોસમને માણી રહ્યા છો અને દિવાળીની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો.

તહેવારોની આ મોસમ દરમિયાન હું તમને વધુ એક વિનંતી કરું છું. ટેક્સ્ટ મેસેજ, વોટ્સઅપ, સોશિયલ મીડિયા, ટ્વીટ્સ અને ઈમેઈલના આ યુગમાં શું તમને યાદ છે કે છેલ્લે તમે ક્યારે પત્ર લખ્યો હતો?

namo
ચાલો આપણે હાથથી પત્ર લખીને આપણા મિત્રો અને પરિવારજનોને દિવાળીની અનોખી ભેટ આપીએ. મતદાન નોંધણી અંગેની માહિતી અને મહત્વતતા દર્શાવતો હાથથી લખેલા પત્ર દ્વારા તેમને સરપ્રાઈઝ આપો. જો તેમણે મતદાર તરીકે નોંધણી કરાવી ન હોય તો તેમને નોંધણી કરાવવા માટે પ્રોત્સાહિત કરો અને પરિવારજનો અને મિત્રોમાં પણ આ સંદેશો ફેલાવવા પ્રોત્સાહિત કરો. આ એક એવી બાબત છે કે જેમાં આપણા એનઆરઆઈ મિત્રો નોંધપાત્ર રીતે મદદરૂપ બની શકે છે. હાલ આપણો દેશ અતિગંભીર સ્થિતિએ આવીને ઉભો છે અને લોકશાહીના ભાગ્યવિધાતા એવા મતદારો જ દેશને આ ગંભીર સ્થિતિમાંથી બહાર લાવી શકે છે.

મને એ જોતાં આનંદ થાય છે કે http://www.India272.com તમે લખેલા પત્રોને અપલોડ કરવાની તક પૂરી પાડે છે. હું ભારપૂર્વક ભલામણ કરું છું કે તમે પત્ર લખો અને તેને ઈન્ડિયા૨૭૨ પર શેર કરો. આ માટે હું અહીં લીંક મૂકી રહ્યો છું.

નરેન્દ્ર મોદી

English summary
Narendra Modi calls upon people to write handwritten letters of Diwali.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X