For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીએ દેશની એકતા પર પ્રહાર કરી તેને જોખમમાં મૂકી : સોનિયા ગાંધી

|
Google Oneindia Gujarati News

sonia-gandhi
કલોલ, 14 ડિસેમ્બર : કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ના બીજા તબક્કાની બેઠકોના ચૂંટણી પ્રચાર માટે ઉત્તર ગુજરાતના કલોકમાં સભા સંબોધી હતી. સભામાં સોનિયા ગાંધીએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને સર ક્રીક મુદ્દો ઉઠાવવા બદલ સણસણતો જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે આ મુદ્દો ઉઠાવી દેશની એકતા પર પ્રહાર કર્યો છે. રાજ્યમાં અન્યાય વિરુધ્ધ અવાજ ઉઠાવવા બદલ લોકો પર લાઠીઓ વરસાવી અત્યાચાર ગુજારવામાં આવતો હોવાનું પણ જણાવ્યું હતું.

પોતાના ભાષણાં સોનિયા ગાંધીએ નરેન્દ્ર મોદીને જવાબ આપ્યો કે "ભાજપે વિશ્વાસઘાત કર્યો છે. ચૂંટણી સમયે સરહદના મુદ્દે જનતાને ભડકાવવી અયોગ્ય છે. આ સીધો દેશની એકતા પર પ્રહાર છે. કોંગ્રેસે દેશને આરટીઆઇ જેવો મહત્વનો કાયદો આપ્યો છે. કોંગ્રેસે
વિદ્યાર્થીઓ ખાસ કરીને છોકરીઓને સ્કોલરશિપની સુવિધા આપી. અમે ભારત નિર્માણ જેવી યોજનાઓ મૂકી. ગુજરાતને 50 ટકાથી વધારે ફંડ આપ્યું છે. ગુજરાત સરકાર પોતાના ખાસ ઉદ્યોગપતિઓને ફાયદો પહોંચાડવા માટે ગરીબો અને જરૂરિયાતમંદોનો અધિકાર છીનવી લે છે."

"કેન્દ્ર ગુજરાતને દર વર્ષે 3128 મેગાવોટ વીજળી આપે છે. આ ઉપરાંત અન્ય વીજળી યોજનાઓ માટે ફંડ આપે છે. કૃષિ માટે વધારાની વીજળી પૂરી પાડવામાં આવે છે. આમ છતાં ગુજરાત સરકાર તેમાંથી 800 મેગાવોટ વીજળી વેચી કાઢે છે. આ ઉપરાંત અહીં ખેડૂતો પર વીજળી ચોરીનો આરોપ લગાવી સજા આપવામાં આવે છે."

"ગુજરાતમાં ખેડૂતો માટે યોજનાઓ આપી છે. તેમાં પણ રાજ્ય સરકાર ભ્રષ્ટાચાર આચરે છે. કેગના રિપોર્ટમાં પણ આ વાત સાબિત થઇ છે છતાં આરોપીઓને કશું જ કરતા નથી અને નિર્દોષોને સજા કરે છે. સરકાર સામે અવાજ ઉઠાવનારાઓ સામે લાઠીઓ વરસાવવામાં આવે છે. આમ છતાં સરકાર 50 લાખ મકાનના સપનાઓ બતાવી રહી છે."

"ગુજરાતનો પૂર્વ વિસ્તાર પછાત છે. અહીંના ભાઇ- બહેનોને અવગણ્યા છે. અહીં મિલો બંધ કરવામાં આવી છે જેના કારણે બેરોજગારી વધી છે. ગરીબો પ્રત્યે તેમની હમદર્દી આવી છે."

"આ પ્રદેશની વાસ્તવિક દશા કોઇનાથી છુપાયેલી નથી. આ માટે અન્ય કોઇ નહીં રાજ્ય સરકાર જવાબદાર છે. સરકારને બદલવાની જરૂર છે. કોંગ્રેસ ગુજરાતમાં ફરી સમૃધ્ધિ લાવી શકે છે. કોંગ્રેસ પોતાના વચનો પાળી બતાવે છે. કોંગ્રેસની સરકાર બનશે તો એકે એક વાયદા પૂરા કરીશું."

સોનિયા ભાષણના અંતમાં ગુજરાતીમાં બોલ્યા કે "મારી આપ સૌને વિનંતી છે કે પંજાનું બટન દબાવીને કોંગ્રેસના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડો."

English summary
Modi hits country's unity and put it in danger : Sonia
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X