મોદીએ દેશની મહિલાઓનું અપમાન કર્યું છેઃ કોંગ્રેસ

મોઢવાડિયાએ વધુમાં કહ્યું છે,'' ટૂંક સમય પહેલા કુપોષણના મુદ્દે મોદીએ કહ્યું હતું કે ગુજરાતમાં કુપોષણનો આંક વધારે છે કારણ કે ગુજરાતી મહિલાઓ સુંદરતા પર વધારે ભાર મુકે છે. મુખ્યમંત્રીએ મહિલાઓ પર જે ટિપ્પણી કરી છે તે બદલ ગુજરાતની જનતા તરફથી હું વ્યક્તિગત રીતે માંફી માંગુ છું.''
અત્રે ઉલ્લેખનીય છે કે હિમાચલ પ્રદેશમાં ચૂંટણી પ્રચાર માટે ગયેલા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર મેદનીને સંબોધિત કરતીવેળા કેન્દ્રની કોંગ્રેસ સરકાર અને પ્રધાનમંત્રી મનમોહન સિંહ પર તો ટિપ્પણી કરી જ હતી પરંતુ શશી થરૂરને આડે હાથ લેતા તેમણે કહ્યું હતું કે શશી થરૂરની પત્ની એક વખતે તેમની 50 કરોડ રૂપિયાની ગર્લફ્રેન્ડ હતી.












Click it and Unblock the Notifications
