મોદી મેજીક! ભાજપ મેળવશે 128 બેઠકઃ ઇન્ડિયા ટૂડેનો સર્વે

ઇન્ડિયા ટૂડે-ઓઆરજી દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વે અનુસાર નરેન્દ્ર મોદીની સરકારને ગુજરાતમાં કોઇ જ અટકાવી શકશે નહીં. મોદીના નેતૃત્વ હેઠળ ભાજપ ગુજરાતમાં 128 બેઠક મેળવશે જ્યારે કોંગ્રેસના માગે 48 જેટલી બેઠકો આવશે. અહીં સર્વે દરમિયાન કયા-કયા મુદ્દા બહાર આવ્યા છે તે અંગે આછેરી માહિતી આપવામાં આવી છે.
- 30 ટકા લોકોનું માનવું છે કે મોદીનો અહંકાર તેની સૌથી મોટી નબળાઇ છે
- ભાજપ 128 બેઠક મેળવશે જ્યારે કોંગ્રેસ 48 બેઠક પર જીત હાંસલ કરશે
- 61 ટકા મુસ્લિમો હજુ પણ મોદીનો મુખ્યમંત્રી તરીકે વિરોધ કરે છે
- 41 ટકા મતદારો માને છે કે સદભાવના મિશન મોદીને મત મેળવવામાં મદદરૂપ નહીં થાય
- 58 ટકા લોકો માને છે કે 2002માં જે રમખાણો થયા તેના માટે મોદી જવાબદાર નથી
- વિકાસ સહિતના મુદ્દે ભાજપે પ્રભુત્વ જાળવી રાખ્યું છે
- 2002માં થયેલા ગુજરાત રમખાણોમં માફી માગ્યા પછી પણ 55 ટકા મુસ્લિમ મતદારો મોદી માટે મત કરવા તૈયાર નથી.












Click it and Unblock the Notifications
