સોનિયાનું 'જુઠ્ઠાણું' સાંભળી ભડકી ઉઠ્યા મોદી

કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના ચૂંટણી પ્રચારને શરમવગરનું ગણાવતા મોદીએ જણાવ્યું કે સોનિયા ગાંધી એવા મુદ્દા પર બોલીને બીજેપીને ઘેરવાની કોશિશ કરી રહી છે, જેની પર બોલવાનો તેને અધિકાર જ નથી.
રેલીમાં સોનિયાના ભાષણના થોડાક જ સમય બાદ મોદીએ ટ્વિટ કર્યું કે સોનિયાના આરોપો જુઠ્ઠાણાં છે. તેમણે ગુજરાતના રસ્તાઓને ખરાબ કહ્યા છે. શું સોનિયાનું આ ભાષણ વિશ્વાસને લાયક છે? સોનિયાએ રેલીમાં ગુજરાતના ખેડુતોને બર્બાદીના મુખમાં ગણાવ્યા છે. શું ગુજરાત એમ જ કૃષિ ક્ષેત્રે 11 ટકાનો વિકાસ બતાવી રહ્યું છે?
મોદીએ જણાવ્યું કે કોંગ્રેસની પાસે ગુજરાત ચૂંટણીમાં કોઇ મુદ્દા નથી. મોદીએ સોનિયાના એ ભાષણને પણ હાસ્યમાં ઉડાવી દીધું જેમાં તેમણે લોકોને અપીલ કરી હતી કે જે રીતે મારી સાસુ ઇન્દિરા ગાંધીને વોટ આપ્યો હતો, એવી જ રીતે આ વખતે ફરી કોંગ્રેસને વોટ આપો. મોદીએ પૂછ્યું કે આખરે આ કોંગ્રેસની કઇ સમજ બતાવે છે?












Click it and Unblock the Notifications
