અમે અમારૂ ગુજરાત નહીં આપીયે: નરેન્દ્ર મોદી

મોદીએ જનમેદનીને પૂછ્યુ હતુ કે શું તેઓ ગુજરાતના વિકાસથી સંતુષ્ટ છે, લોકોએ તેમને હકારમાં જવાબ આપ્યો હતો. નરેન્દ્ર મોદીએ જ્યોતિગ્રામ યોજનાની સફળતા અંગે વાત કરી હતી. તેમણે એમ પણ જણાવ્યુ હતુ કે ગુજરાતમાં ક્યાય પણ 25 કિમી દૂર જાવ કોઇને કોઇ વિકાસકાર્ય ચાલતું હશે.
નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતુ કે તેઓ ગુજરાત વિશે જુઠ્ઠાણા ફેલાવી રહ્યા છે. અને મારા પ્રશ્નો સામે મૌન ધારણ કરે છે. જોકે ગુજરાતની પ્રજા તેમના મૌનનો જવાબ આપશે.
મોદીએ જણાવ્યું કે ગુજરાતના લોકોની દીશા વિકાસ તરફ છે માટે કોંગ્રેસને આટલા વર્ષ ગુજરાતથી દૂર રાખ્યું છે. તેઓ ઝાંસીની રાણીની જેમ બોલી ઉઠ્યા ' મેરી ઝાંસી નહીં દુંગી' એવી જ રીતે ગુજરાતના લોકોએ પણ કહેવાની જરૂર છે કે ‘અમારૂ ગુજરાત નહીં આપીયે'.












Click it and Unblock the Notifications
