For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

26/11 કેસ: મોદીએ પૂર્વ ગૃહ સચિવના ખુલાસા પર UPAને ભીંસમાં લીધી

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 28 નવેમ્બર: ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ 26/11 હુમલા અંગે પૂર્વ કેન્દ્રીય ગૃહ સચિવ રામ પ્રધાનના એક ઇન્ટર્વ્યૂનો હવાલો આપતા યુપીએ પાસે જવાબની માગ કરી છે.

પ્રધાને એક અંગ્રેજી અખબારને આપેલા ઇન્ટર્વ્યૂમાં ખુલાસો કર્યો છે કે તેમણે તત્કાલીન કેન્દ્રીય ગૃહમંત્રી પી. ચિદમ્બરમને એક સ્થાનીય ગુપ્તચર અંગે જાણાવ્યું હતું, જેણે કથિત રીતે 26/11 હુમલાને અંજામ આપવામાં આતંકવાદીઓને મદદ કરી હતી.

મોદીએ આજે પોતાના ટ્વિટમાં જણાવ્યું છે કે પૂર્વ કેન્દ્રીય ગૃહ સચિવ રામ પ્રધાનજીએ એક અંગ્રેજી અખબારને આપેલું ઇન્ટર્વ્યૂ વાંચો. 26/11 મામલામાં તેમનો ખુલાસો ચોંકાવનારો છે પરંતુ અણધાર્યો નથી. 26/11 હુમલાની 5મી વરસીના એક દિવસ બાદ યુપીએ સરકાર પાસે જવાબ માગતા ગુજરાતના મુખ્યમંત્રીએ પ્રધાનના ઇન્ટર્વ્યૂનો હવાલો આપતા પોતાના ટ્વિટમાં આગળ લખ્યું છે કે 'સ્થાનીય ગુપ્તચર અંગે ગૃહમંત્રી પી. ચિદમ્બરમને જણાવ્યું હતું, સૂચન કર્યું હતું કે મામલાની તપાસ કરવામાં આવે પરંતુ ખબર નથી શું થયું. શું યુપીએ સ્પષ્ટીકરણ આપશે.'

કેન્દ્રીય ગૃહ સચિવ રહી ચૂકેલા પ્રધાન 26/11 હુમલા બાદ બનાવવામાં આવેલ બે સભ્યોની તપાસ સમિતિમાં સામેલ હતા. સમિતિનું કામ એ વાતની તપાસ કરવાનું હતું કે હુમલા વખતે અને ત્યાર બાદ પ્રશાસનિક પ્રતિક્રિયા કેવી રહી હતી. ઇન્ટર્વ્યૂના હવાલાથી મોદીએ ફરી ટ્વિટ કર્યું કે કેન્દ્રીય એજન્સીઓએ પોતપોતાના કારણોથી સહયોગ નથી કર્યો. વારંવારના અનુરોધ છતાં કેન્દ્રીય એજન્સીઓએ કોઇ જાણકારી નથી આપી.

મોદીએ યુપીએ સરકારને લીળી ભીંસમાં

નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી યુપીએ સરકારને લીળી ભીંસમાં.

મોદીએ યુપીએ સરકારને લીળી ભીંસમાં

નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી યુપીએ સરકારને લીળી ભીંસમાં.

મોદીએ યુપીએ સરકારને લીળી ભીંસમાં

નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી યુપીએ સરકારને લીળી ભીંસમાં.

મોદીએ યુપીએ સરકારને લીળી ભીંસમાં

નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી યુપીએ સરકારને લીળી ભીંસમાં.

English summary
BJP's prime ministerial candidate Narendra Modi on Wednesday sought answers from UPA citing an interview of former central Home Secretary Ram Pradhan which said he had told the then Home Minister about a local mole who allegedly helped carry out 26/11 attacks.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X