ગુજરાત રમખાણોમાં માફી માગવાના પ્રશ્નને મોદીએ ટાળ્યો

Google Oneindia Gujarati News

અમદાવાદ, 16 એપ્રિલઃ 2002માં ગુજરાતમાં થયેલા રમખાણો ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીનો પીછો છોડી રહ્યાં નથી. તેમને વારંવાર એ કટુ સત્યનો સામનો કરવો પડી રહ્યો છે. ફરી એકવાર તેમણે એક ટીવી ચેનલના ઇન્ટરવ્યુમાં તેમને આ સત્યનો સામનો કરવો પડ્યો. તેમણે એ અંગે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું પરંતુ તેઓ આ અંગે માફી માગવા તૈયાર નથી.

modi-interview
મોદીએ ટીવી 9 ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં તેમને મુખ્યમંત્રી તરીકે 2002માં થયેલા રમખાણો અંગે માફી માગવા અંગે પૂછવામાં આવ્યું હતું, તેમના પર અનેક પ્રકારના આરોપો છે, પરંતુ તેમણે ક્યારેય માફી માગી નથી.

આ પ્રશ્નના જવાબમાં તેમણે દુઃખ જાહેર કર્યું પરંતુ માફી માગી નહીં. તેમણે ઉલટું સામે પ્રશ્ન કર્યો કે કોણ લોકો છે જે માફીની વાત કરી રહ્યાં છે. શું કોંગ્રેસ છે, તો કોંગ્રેસના લોકો મને મળવા આવ્યા નથી. ક્યારેય પણ તેમણે આ અંગે વાત કરી નથી. કોંગ્રેસના લોકો બીજાના હિસાબ માગે તે પહેલા પોતાના પાપોના લેખાજોખા કરી લે.

વિરોધી તમને દેશ માટે ખતરો માની રહ્યાં છે તો મોદીએ સ્મિત સાથે કહ્યું કે, શું તમને જોખમ છે. તેમણે કહ્યું કે, જો કોઇ જોખમ હોત તો શેરીઓમાં રહેતા લોકોને પણ જોખમ હોત. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે મે 10 વર્ષના કાર્યકાળમાં મનમોહન સિંહને આ રીતે બોલતા નથી જોયા.

પાર્ટીના વરિષ્ઠ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને જે બેઠકો પસંદ હતી તે નહીં મળવા અંગે પૂછાયેલા પ્રશ્નમાં મોદીએ કહ્યું કે બેઠકોની વહેચણીનો નિર્ણય પોતે નથી કરતા. તેમણે કહ્યું કે તે પાર્ટીના મોટા નેતાઓની આંગળી પકડીને ચાલ્યા છે અને તેમની પાસેથી શીખ્યા છે. મોદીએ અડવાણીની ભોપાલથી ચૂંટણી લડવાની ઇચ્છા, જોશીને વારાણસીથી હટાવવાની અને જસવંત સિંહને પાર્ટીની બહાર કરવાના નિર્ણયને લઇને કરવામાં આવેલા પ્રશ્નો અંગે કહ્યું કે પાર્ટીમાં કોઇપણ એકલા હાથે નિર્ણય નથી કરતા.

English summary
Sidestepping the question of apologizing for the 2002 Gujarat riots, Narendra Modi night said the Congress should first account for their "sins" before asking him to tender an apology.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X