'3D મોદી' પાંચ દિવસમાં 106 સભા સંબોધશે
અમદાવાદ, 9 ડિસેમ્બર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચાર ધીરે ધીરે અંતિમ ઓપ સુધી પહોંચી રહ્યો છે. ગુજરાતના મુખ્ય પક્ષો વધુને વધુ સભાઓ સંબોધીને વધુને વધુ લોકો સુધી પહોંચવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. માટે જ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આનવાર પાંચ દિવસમાં 3-ડી પ્રોજેક્શન ટેકનોજી દ્વારા 106 સભાઓ ગજવવાના છે.
જેના ભાગરૂપે નરેન્દ્ર મોદી આવતીકાલે 10 ડિસેમ્બરના રોજ 53 સ્થળોએ એક સાથે સભાને સંબોધશે. વધુમાં વધુ લોકોને પોતાની સાથે સાંકળવા 3-ડી પ્રોજેક્શન ટેકનોલોજીનો મોદીનો એક ઐતિહાસિક પ્રયાસ બની રહેશે.

નરેન્દ્ર મોદી હવે દિવસે દિવસે આ ટેકનોલોજીનો ઉપયોગ કરી એક સાથે વધુમાં વધુ સ્થળોને સંબોધન કરવાનો વિક્રમ બનાવવા જઇ રહ્યા છે. મોદી આ અંગે જણાવ્યું હતું કે આ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ માત્રને માત્ર ગુજરાતમાં કરવામાં આવ્યો છે, અને ગુજરાત આ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં દેશમાં પ્રથમ રાજ્ય બન્યું છે.
નોંધનીય છે કે મોદી આવતીકાલે એક સાથે 53 સ્થળોએ સભા સંબોધશે અને આવનારા પાંચ દિવસોમાં આ આંકડો 106 સુધી પહોંચી જશે.












Click it and Unblock the Notifications
