For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હિમત બિશ્વાનો કોગ્રેસ પર પ્રહાર, કહ્યુ કોગ્રેસ તુષ્ટીકરણની રાજનીતિ કરે છે

આસામ રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિશ્વા શર્મા ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર કરવા માટે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આ પ્રસંગે મીડિયા સાથે વાત કરતા તેમણે શ્રદ્ધા જેવી હત્યા થવા પાછળ કોગ્રેસ અને મહારાષ્ટ્રની એન.સી.પી સરકા

|
Google Oneindia Gujarati News

આસામ રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિશ્વા શર્મા ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર કરવા માટે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આ પ્રસંગે મીડિયા સાથે વાત કરતા તેમણે શ્રદ્ધા જેવી હત્યા થવા પાછળ કોગ્રેસ અને મહારાષ્ટ્રની એન.સી.પી સરકારને જવાબદરા ગણાવી હતી. સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજીવાર પ્રધાનમંત્રી પદના શપથ લેશે.

NARMADA MODI

ડૉ. હિમંતા બિશ્વા શર્માએ જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી આગામી સમયમાં ત્રીજીવાર પ્રધાનમંત્રી તરીકે શપથવીધી કરવાના છે. મહારાષ્ટ્ર રાજ્યમાં એન.સી.પી. ની સરકાર સમયે શ્રધ્ધા મર્ડર કેસ અંગે દાખલ કરેલ રજૂઆતને ધ્યાને લેવામાં આવી નહતી. કોંગ્રેસ હંમેશાથી તુષ્ટીકરણની રાજનીતિ કરતી આવી છે અને તુષ્ટીકરણની રાજનીતિ કરવી તે તેમની આદત છે અને આવી રાજનીતિના કારણે જ શ્રધ્ધા મર્ડર કેસ જેવી ઘટનાઓ બનતી હોય છે. દેશમાં કોંગ્રેસે જે ઇકો સીસ્ટમ આપી હતી તેમાં લવ જેહાદ જેવી ઘટનાઓ સરળતાથી કરી શકતા હતાં અને એટલા માટે જ દેશમાં લવ જેહાદ વિરૂધ્ધ કાનૂન લાગુ કરવાની જરૂરીયાત છે અને આ કાનૂન જો કોઇ લાવી શકે તેમ હોય તો તે માત્ર ભાજપ સરકાર જ લાવી શકે છે. લવ જેહાદ કાનૂન સાથે યુનિફોર્મ સિવીલ કોડ લાગુ કરવાની જરૂરીયાત છે.

કોંગ્રેસના શાસનમાં જવાહરલાલ નહેરૂએ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવા દીધુ ન હતું. ગુજરાત રાજ્યએ યુનિફોર્મ સિવિલ કોડ તરફી જે પહેલ કરી છે તે સરાહનીય છે. ૨૦૧૪થી ભારતે જે જોયું છે તે ભારત ને ખોખલું કરવાની જે તાકાત કામ કરી હતી તેને ખતમ કરવાનું કામ જો કોઇએ કર્યું હોય તો તે નરેન્દ્ર મોદીએ કર્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાંથી આતંકવાદને ખત્મ કરવાનું કામ કર્યું છે જ્યારે કોંગ્રેસ હંમેશા આતંકવાદને પોષતી હતી. આજે દેશની સામે કોઇ પણ આતંકવાદી પ્રવૃત્તિ કરનાર આંખ ઉંચી કરવાની હિંમત કરી શકતું નથી.

હિમંતા બિશ્વા શર્માજીએ વધુમાં જણાવ્યું હતું કે, ગૃહ મંત્રી અમિતભાઇ શાહની આગેવાની હેઠળ દેશની આન, બાન અને શાન એવા કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની એક ઝાટકે કોઇપણ જાતની જાનહાની થયા વગર કાઢી નાંખી છે. ગુજરાતના સંકલ્પ પત્રમાં એન્ટી રેડીકેલાઇઝનેશ દૂર કરવાની વાત કરી છે. આવી એન્ટી રેડીકેલાઇઝન વિરૂધ્ધ કામ કરવાની હિંમત દર્શાવવી એ સાચા અર્થમાં સરાનીય છે જેનાથી તુષ્ટીકરણની રાજનીતિ અને આતંકવાદ સમક્ષ લડવા માટે બળ મળશે. ગુજરાત એ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની દરંદેશીતાના કારણે આજે વિશ્વના ૨૦ દેશોનું નેતૃત્વ ભારતને કરવાની તક મળી છે અને ગુજરાતમાં પહેલીવાર ઓલમ્પીક રમાવવા જઇ રહી છે.

ગુજરાત રાજ્યના સંકલ્પ પત્રમાં ગરીબો માટે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાનો ખર્ચ રૂ. ૫ લાખ થી વધારી રૂ. ૧૦ લાખની જોગવાઇ કરવાની જે પહેલ કરી છે તેને અનુસરી દેશના અન્ય રાજ્યો પણ લાગુ કરવાની હિંમત દાખવશે. આજે ગુજરાતના સપૂત સમગ્ર દેશમાં એકતાનો ભાવ જનતા જનાર્દનમાં જાગે, જનતા જનાર્દનની સુખાકારી વિષે વિચારનાર પ્રધાનમંત્રી ભારત દેશને ગુજરાતે આપવા બદલ આભાર માન્યો હતો. ગુજરાતમાં યોજાઇ રહેલ ગુજરાતમાં યોજાઇ રહેલ આ ચૂંટણી માત્ર ગુજરાતની ચૂંટણી નથી પરંતુ વર્ષ ૨૦૨૪માં યોજાનારી લોકસભાની ચૂંટણીનું સેમીફાઇનલ છે ત્યારે ગુજરાતમાં ૧૫૦થી વધુ કમળો અને ૨૦૨૪માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ૪૦૦થી વધુ કમળો ગુજરાત વિધાનસભા અને દેશની લોકસભામાં જવાના છે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

હિંમતા બિશ્વા શર્માએ પત્રકારોના પ્રશ્નોના ઉત્તર આપતાં જણાવ્યું હતું કે, દેશમાં તમામ વર્ગોની જનતા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર ભરોસો કરી રહી છે અને એટલા માટે જ તેમના ગૃહ રાજ્યમાં છેલ્લા ૨૦ વર્ષથી ભાજપાને સત્તાના સુકાન સોંપતી આવી છે. ભાજપાના સુશાસન થકી ગુજરાતમાં આજે વિકાસે હરણફાળ ભરી છે અને ગુજરાતને હિંસાના દાવાનળ માંથી બચાવ્યું છે. આજે ગુજરાતની નવી જનરેશને કર્ફ્યું શું છે તેની સમજણ નથી.

English summary
Modi to become PM for third time: Himant Bishwa Sharma
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X