દરેક ભારતીય સેનાના જવાનોને લડવા માટેનો હક્ક મળવો જોઇએ: મોદી

ગાંધીનગર, 15 ઓગષ્ટ: ગુજરાતના મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદીએ આજના સ્‍વાતંત્ર્ય પર્વના રાષ્‍ટ્રીય અવસરે સીમાવર્તી ક્ષેત્ર કચ્‍છ જિલ્લાની ભારત-પાકિસ્‍તાન આંતરરાષ્‍ટ્રીય સરહદે સીમા સુરક્ષા દળ (બોર્ડર સિકયોરિટી ફોર્સ)ની સરહદી ચોકી ધર્મશાળામાં વોર મેમોરિયલ અને પાણી પુરવઠા યોજનાના ઉદ્દઘાટનો કર્યા હતા.

મુખ્‍ય મંત્રી નરેન્દ્ર મોદીએ આઝાદી પર્વની શુભકામના મા ભારતીના તિરંગા ધ્‍વજની સુરક્ષા માટે રાષ્‍ટ્રની સુરક્ષાના પ્રહરી એવા સીમા સુરક્ષા દળના જવાનોની જવાંમર્દી અને રાષ્‍ટ્રરક્ષા માટે પીઠ થપથપાવી હતી.

કચ્‍છના રેગીસ્‍તાનના આ સરહદી ભૂભાગમાં પ્રાકૃતિક વિપદાઓ વચ્‍ચે પણ ભારતના તિરંગાની આન-બાન-શાનને ઝૂકયા નહીં દેવાના સંકલ્‍પ સાથે રાત-દિવસ જાનની બાજી લગાવીને બીએસએફના જવાનો માટે દેશ અને સમાજ ગૌરવ અનુભવે છે, એમ નરેન્‍દ્ર મોદીએ વોર મેમોરિયલનું ઉદ્દઘાટન કર્યા બાદ નર્મદાની પીવાના પાણીની ર૭.પ૦ કિ.મી. લાંબી રૂા. ૮.ર૭ કરોડના ખર્ચે તૈયાર થયેલી ન્‍યુ એકસપ્રેસ પાઇપલાઇનની સુવિધાથી બીએસએફ જવાનોની પાણીની તકલીફનું કાયમી નિવારણ કર્યું હતું. તેમણે જણાવ્‍યું કે, નર્મદાની આ પાઇપલાઇન સરહદની સૌથી છેલ્લી ચોકી સુધી પહોંચાડવામાં આવશે.

બીએસએફના જવાનો માટે દેશ અને સમાજ ગૌરવ અનુભવે છે

બીએસએફના જવાનો માટે દેશ અને સમાજ ગૌરવ અનુભવે છે

કચ્‍છના રેગીસ્‍તાનના આ સરહદી ભૂભાગમાં પ્રાકૃતિક વિપદાઓ વચ્‍ચે પણ ભારતના તિરંગાની આન-બાન-શાનને ઝૂકયા નહીં દેવાના સંકલ્‍પ સાથે રાત-દિવસ જાનની બાજી લગાવીને બીએસએફના જવાનો માટે દેશ અને સમાજ ગૌરવ અનુભવે છે.

વોર મેમોરિયલનું ઉદ્દઘાટન

વોર મેમોરિયલનું ઉદ્દઘાટન

નરેન્‍દ્ર મોદીએ વોર મેમોરિયલનું ઉદ્દઘાટન કર્યા બાદ નર્મદાની પીવાના પાણીની ર૭.પ૦ કિ.મી. લાંબી રૂા. ૮.ર૭ કરોડના ખર્ચે તૈયાર થયેલી ન્‍યુ એકસપ્રેસ પાઇપલાઇનની સુવિધાથી બીએસએફ જવાનોની પાણીની તકલીફનું કાયમી નિવારણ કર્યું હતું. તેમણે જણાવ્‍યું કે, નર્મદાની આ પાઇપલાઇન સરહદની સૌથી છેલ્લી ચોકી સુધી પહોંચાડવામાં આવશે.

શહીદવીરોને શ્રદ્ધાંજલિ

શહીદવીરોને શ્રદ્ધાંજલિ

યુદ્ધમાં સામી છાતીએ દુશ્‍મનોના દાંત ખાટા કરનારા વીર શહીદ જવાનોના સ્‍મારક વોર મેમોરિયલના નિર્માણથી તેમનો એક સંકલ્‍પ પૂરો થયો છે, એમ મુખ્‍યમંત્રીએ રૂા. ૮પ લાખના ખર્ચે તૈયાર થયેલા આ વોર મેમોરિયલ શહીદવીરોને શ્રદ્ધાંજલિ આપનારું સ્‍મૃતિ સ્‍મારક બની રહેશે.

સરહદો ઉપર સંકટો

સરહદો ઉપર સંકટો

નરેન્દ્ર મોદીએ ભારતની સરહદો ઉપર સંકટો ઘેરાયેલા છે ત્‍યારે બાંગ્‍લાદેશની સરહદે બી.એસ.એફ.ના જવાનોનો દુશ્‍મો સામે લડવાનો હક્ક- રાઇટ ટુ રિટાલીએટને પાછો ખેંચી લેવાના ભારતની વર્તમાન સરકારના આદેશની આકરી આલોચના કરી હતી. દુશ્‍મનો સામે લડવા માટે હરેક ભારતીય સેનાના જવાનનો બદલાનો અધિકાર છે તે પાછો મળવો જ જોઇએ, એમ શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ જણાવ્‍યું હતું.

વેટમાંથી મુક્‍તિ

વેટમાંથી મુક્‍તિ

ગુજરાત સરકારે બીએસએફની અને સેન્‍ટ્રલ પોલીસ ફોર્સ સંચાલિત કેન્‍ટીનોમાં વેચાતી ચીજવસ્‍તુઓની ઉપર રાજ્‍ય સરકારના વેટમાંથી મુક્‍તિ આપવાના નિર્ણયની જાહેરાત કરી હતી અને આ વેટની જે બચત થાય તેમાંથી જવાનો પોતાની દીકરીઓને ભણાવવા પાછળ ખર્ચે તેવો પણ જવાનોને અનુરોધ કર્યો હતો.

નરેન્દ્ર મોદીનું સ્‍વાગત

નરેન્દ્ર મોદીનું સ્‍વાગત

૬૭મા સ્‍વાતંત્ર્ય દિનની કચ્‍છમાં થયેલી રાજ્‍યકક્ષાની ઉજવણી અંતર્ગત ભૂજમાં ધ્‍વજવંદન બાદ મુખ્‍ય મંત્રી ધર્મશાળા ખાતે પહોંચ્‍યા હતા. જયાં બીએસએફના જવાનોએ ગાર્ડ ઓફ ઓનર સાથે નરેન્દ્ર મોદીનું ઉષ્‍માભર્યું સ્‍વાગત કર્યું હતું.

મહાનુભવોની હાજરી

મહાનુભવોની હાજરી

આ પ્રસંગે મુખ્‍ય સચિવ વરેશ સિંહા, બીએસએફના ગુજરાત આઇ.જી.પી. એ. કે. સિંહા, આઇ. જી. એ. એસ. રાઠોર, ડી.આઇ.જી. એમ.પી.એસ. ભાટી, કમાન્‍ડન્‍ટ એ. એસ. જોહલ, જિલ્લા વિકાસ અધિકારી આર. જે. ભાલારા, પાણી પુરવઠા બોર્ડના મેમ્‍બર સેક્રેટરી મહેશ સીંગ, અધિક્ષક ઇજનેર આર. એલ. પટેલ, કાર્યપાલક ઇજનેર એલ. જી. ફૂફલ વગેરે ઉપસ્‍થિત રહયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X