વડાપ્રધાન બન્યા પછી પહેલી વાર મોદી જશે વડનગર

Posted By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પીએમ બન્યા પછી પહેલી વાર તેમના જન્મસ્થળ વડનગરની મુલાકાત લેશે. નોંધનીય છે કે આજથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસ પર છે. જ્યાં તેઓ અનેક મહત્વપૂર્ણ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે. પીએમ નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસની શરૂઆત આજે સૌ પ્રથમ દ્વારકાધીશ મંદિરથી થશે. અને રવિવારે તે તેમના જન્મસ્થળ વડનગરની મુલાકાત લેશે. જે માટે કરીને વડનગરને ખાસ સજાવવામાં આવ્યું છે.

modi

વડાપ્રધાનની આજનો પ્રવાસ જ્યાં એક રીતે દ્વારકા અને ચોટીલાના દર્શન કરીને ધાર્મિક પ્રવાસ બની રહ્યો છે ત્યાં જ બીજી તરફ રાજમાર્ગના ઉદ્ધાટન જેવા વિકાસના કાર્યોને આગળ વધારી રાજકીય પણ બની રહ્યો છે. ટૂંકમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા મોદી હિંદુઓ અને ગરીબો બન્નેને ખુશ કરવાનો પ્રયાસ કરશે. સાથે જ સૌરાષ્ટ્રના અને મહેસાણાના પથંકમાં ભાજપમાં ચૂંટણી પ્રચાર પણ થશે. ત્યારે વડાપ્રધાનના આગમન પહેલા આ સમગ્ર વિસ્તારમાં ચાંપતો સુરક્ષા પ્રબંધ કરવામાં આવ્યો છે.

English summary
PM Modi to visit his birth place Vaddnagar first time after becoming Prime Minister. He will initiate many projects here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.