કાલે આવે છે મોદી ગુજરાતમાં, PM બન્યા પછી આ છે 10મી વાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મંગળવારથી ગુજરાતની બે દિવસની મુલાકાતે છે. ત્યારે વાંચો આ પહેલા પીએમ મોદીએ કેટલી વાર ગુજરાતની મુલાકાત લીધી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, 7મી માર્ચ મંગળવારથી ગુજરાતની બે દિવસની મુલાકાતે છે. નોંધનીય છે કે પીએમ બન્યા પછી નરેન્દ્ર મોદી બે વર્ષના તેમના શાસનકાળમાં 10 વખતથી વધુ વાર ગુજરાતની મુલાકાતે આવી ચૂક્યા છે. વડાપ્રધાન બન્યા પછી એક વાર તેવું પણ મેહણું મારવામાં આવતું હતું કે મોદી પીએમ બન્યા પછી ગુજરાતને ભૂલી ગયા છે. જો કે તે વાત પણ છે કે રૂપાણીના સરકારમાં આવ્યા પછી પીએમ નરેન્દ્ર મોદીની મુલાકાતોનો વધી ગઇ છે. જેનું કારણ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પણ માનવામાં આવે છે.
ત્યારે મંગળવારે પીએમ મોદીની મુલાકાત પહેલા નીચે વિગતવાર જાણો કેટલી વાર આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા છે. અને આ વખતની ગુજરાતની મુલાકાત દરમિયાન મોદીનો સમગ્ર કાર્યક્રમ શું છે જાણો વિગતવાર અહીં...

સૌથી પહેલી વાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા પછી સૌથી પહેલીવાર ગુજરાત 17 સપ્ટેમ્બર 2014માં ગાંધીનગર આવ્યા હતા. જ્યાં તેમના જન્મદિવસ નિમિત્તે તેમણે માતા હિરા બાના ગાંધીનગર ખાતે આશીર્વાદ લીધા હતા. તે દિવસે તેમણે ગરીબો માટે સ્વાવલંબન યોજનાનું લોકાર્પણ કર્યું હતું. અને અમદાવાદ ખાતે ચીનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. તે બાદ 11મી જાન્યુઆરી 2015ના રોજ તેમણે વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટમાં હાજરી આપી હતી. અને પછી એક મહિનાના અંતરમાં જ 18મી ફેબ્રુઆરી 2015ના રોજ માંડવી, કચ્છ ખાતેના કાર્યક્રમમાં તેમણે ડીજીપી સંમેલનમાં હાજરી આપી હતી.

પ્રમુખ સ્વામી
આ બાદ પ.પૂ.પ્રમુખ સ્વામીના અંતિમ દર્શન માટે પીએમ મોદી 15 ઓગસ્ટ 2016ના રોજ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તે પછી તો આનંદીબેને રાજીનામું આપ્યું અને વિજય રૂપાણીની ગુજરાતમાં નવી સરકાર બની. જે બાદ ગુજરાતની મુલાકાતે રાજકીય કાર્યક્રમ હેઠળ પહેલી વાર પીએમ મોદી 30 ઓગસ્ટ 2016 ના રોજ આવ્યા હતા. જ્યારે તેમણે સૌની યોજનાનું લોકાર્પણ કર્યું હતું. સાથે જ 17મી સપ્ટેમ્બર 2016 દિવસે તેમણે તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન માતાના આશીર્વાદ લીધા હતા. અને નવસારી તથા દાહોદના કાર્યક્રમમાં દિવ્યાંગ ભાઇ-બહેનોને સાધન સહાય વિતરણ કર્યું હતું.

ગુજરાતની મુલાકાતો વધી
તે પછી પીએમ મોદી ગુજરાત મુલાકાતો વધી હતી. 10મી ડિસેમ્બર 2016ના રોજ તેમણે ડીસા ખાતે બનાસડેરીના એક પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું હતું. તે બાદ એક મહિનાની અંદર જ એટલે કે જાન્યુઆરીમાં તે ગાંધીનગર અને અમદાવાદની મુલાકાતે હતા. જ્યાં તેમણે વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ધાટન કર્યું હતું.

કાલથી મોદી ગુજરાતમાં
મંગળવારે એટલે કે 7મી તારીખની વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી બે દિવસની ગુજરાત મુલાકાતે છે. આ વખતે તે દહેજ ખાતે ઓપેલ પાર્કની મુલાકાત લેશે. અને તે બાદ ભરૂચ ખાતે નવનિર્મિત કેબલ બ્રીજનું લોકાર્પણ કરશે. તે પછી ગાંધીનગર ખાતે સીએમ દ્વારા આયોજિત ભોજને માણશે અને બીજા દિવસે એટલે કે બુધવારે સોમનાથમાં સોમનાથ દાદાના દર્શન કરશે. સાથે જ ગાંધીનગર ખાતે વિશ્વ મહિલા દિન પર મહિલા સરપંસ સંમેલનમાં હાજરી આપશે.
-
IPL 2026: SRH માટે ડબલ ખુશખબર; પેટ કમિન્સની વાપસી નજીક, ઈજાગ્રસ્ત કાર્સની જગ્યાએ શ્રીલંકન ખેલાડી -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત






Click it and Unblock the Notifications
