For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીનો ઘટસ્ફોટઃ કોંગ્રેસને મુક્યું 'ચેક એન્ડ મેટ'ની સ્થિતિમાં

By Super
|
Google Oneindia Gujarati News

narendra modi
હેસાણા, 12 ડિેસેમ્બર: મહેસાણા ખાતે ચૂંટણી સભાને સંબધોન કરતી વખતે નરેન્દ્ર મોદીએ એક જોરદાર ઘટસ્ફોટ કરીને કોંગ્રેસને ચેક એન્ડ મેટ'ની સ્થિતિમાં લાવી દીધું છે. મોદીએ ઉપસ્થિત જનમેદનીને કહ્યું હતું કે, હું અહીં એક ગંભીર મુદ્દે ચર્ચા કરવા આવ્યો છે, જે અંગે પ્રધાનમંત્રીને પત્ર પણ લખ્યો છે. પ્રધાનમંત્રી સર-ક્રિક અંગે પાકિસ્તાન સાથે કરાર કરવા જઇ રહ્યાં છે, પરંતુ જો તેમણે આ કરાર કર્યો તો ગુજરાત તબાહ થઇ જશે. જો તમે સર-ક્રિક પાકિસ્તાનને આપવાનું વિચાર્યું તો ગુજરાત તમારી પાસે તેનો હિસાબ ચૂકતે કરશે.

તેમણે હિન્દીમાં વાત કરવાનું જણાવી કહ્યું કે આજે મે ગંભીર સમસ્યાને લઇને પીએનમને ચિઠ્ઠી લખી છે. આપણને ખબર છે 1965માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું ત્યારે પાકે યુદ્ધનો પ્રારંભ ગુજરાતની સીમામાંથી કર્યો હતો. એ સીમા હતી સર-ક્રિકની, ત્યાંથી પાકીસ્તાને હિન્દુસ્તાન પર હુમલો કર્યો, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી બળવંતરાય મહેતા શહિદ થયા હતા. દિલ્હીમાં બેસેલી કોંગ્રેસની સરકાર પડદા પાછળ ચાલ ચાલી રહી છે અને દેશની જનતાને અંધારામાં રાખીને પાકિસ્તાન સાથે સમજોતો કરી રહી છે. આ વાતની મને જ્યારે ખબર પડી ત્યારે મે એપ્રિલ મહિનામાં મુખ્યમંત્રીઓની બેઠકમાં પીએમને માહિતગાર કર્યા હતા કે, જો તમે સરક્રિકના સંબંધમાં પાક સાથે સમજોતો કરશો તો મારું હિન્દુસ્તાન અસુરક્ષિત થઇ જશે, ગુજરાત તબાહ થઇ જશે. કૃપા કરીને આવી ભૂલના કરતા. આજે મહેસાણાની સભા થકી આખા દેશને હું મારા ગુજરાતની પીડા બતાવવા માંગુ છું.

100 વર્ષ પહેલા પાકિસ્તાન જ્યારે હિન્દુસ્તાન અલગ નહોતું થયું અને તે ગુજરાત અને હિન્દુસ્તાનો ભાગ હતું, ત્યારે અંગ્રેજની સરકાર હતી. એ સમયે કચ્છના મહારાવ અને સિંઘના રાજા વચ્ચે એક કરાર થયો હતો. તે સમયે બ્રિટિશના જનરલ હેલર વિલશન હતા. ત્યારે ટ્રિબ્યુનલમાં એ નિર્ણય થયો કે ગુજરાતના કચ્છ પાસે નવ સ્કેવર કિલોમિટરનો હિસ્સો સર-ક્રિકને મળશે. આજે પણ એ 100 વર્ષ જૂના કરારના દસ્તાવેજો ઉપ્લબ્ધ છે. કરાર પ્રમાણે સર-ક્રિક પર પાકિસ્તાનનો જરા પણ હક નથી, પરંતુ દેશનું દુર્ભાગ્ય તો જૂઓ કે દિલ્હીની સરકાર ગુજરાતને તબાહ કરવા અને મુશ્કેલીમાં મુકવા માટેના ષડયંત્રનો શિકાર બનાવી રહી છે.

મોદીએ પ્રધાનમંત્રીને લખેલો પત્ર વાંચવા અને મોદીને સાંભળવા ક્લિક કરોમોદીએ પ્રધાનમંત્રીને લખેલો પત્ર વાંચવા અને મોદીને સાંભળવા ક્લિક કરો

જો સર-ક્રિકની જમીન પાકિસ્તાન પાસે જશે તો ગુજરાતની સીમા ખુલી થઇ જશે અને પાક જે ઇચ્છે તે આપણી સાથે કરી શકશે, સર-ક્રિક પાકિસ્તાનના હાથમાં જશે તો મારા આ ગુજરાતના માછીમારો સમુદ્રમાં માછલી પકડવા માટે નહીં જઇ શકે, લાખો લોકો બેરોજગાર થઇ જશે, મારો માછીમાર ભુખ્યો મરશે. સર-ક્રિક પાકિસ્તાનને આપવામાં આવશે તો ગુજરાતનો સમુદ્ર કિનારો અસુક્ષિત થઇ જશે. અને જે હાલ આંતકવાદીઓએ દરિયાના માર્ગે મુંબઇનો કર્યો હતો તે હાલ ગુજરાતના શહેરોમાં કરશે.

મારી માસે માહિતી છે કે થોડા દિવસ પહેલાં પાકની નેવી, એરફોર્સ, આર્મીએ સર-ક્રિક પાસેની પાક સીમામાં એક મહિના સુધી ઓપરેશન કર્યા અને તેમનું ડ્રિલ ચાલ્યું છે, જે ખોટા સંકેતો છે. આપણે બધા જાણીએ છીએ કે આખા ઉત્તર ગુજરાત, કચ્છમાં તેલના ભંડાર છે. બધા વૈજ્ઞાનિકોએ એ વાત માની છે કે અહીં તેલ ગેસના ભંડાર છે. જો સર-ક્રિક ગુજરાતના હાથમાંથી જશે તો આ મુલ્યવાન સંપત્તિ ખતરામાં મુકાઇ જશે અને તેના પર પાકિસ્તાન તરાપ મારશે. એક તરફ ગુજરાતમાં ચૂંટણી છે તો બીજી તરફ કોંગ્રેસ દિલ્હીમાં બેસીને ગુજરાતને તબાહ કરવાનું કામ કરી રહ્યું છે. ત્રણ દિવસ બાદ 15મી ડિસેમ્બરે સર-ક્રિક કરાર અંગે નિર્ણય થવાનો છે. ત્યારે સરકારને ખબર હોવી જોઇએ કે, 15 ડિસેમ્બરે સરદાર પટેલની પૂણ્યતિથિ છે અને તે દિવસે કોંગ્રેસ આ પાપ કરવા જઇ રહ્યું છે.

તેમણે પ્રધાનમંત્રીને ચેતવણી આપી હતી કે જો ગુજરાતને અંધારામાં રાખીને મારા સમુદ્રનો હિસ્સો પાકિસ્તાનને આપવાનું વિચારતા નહીં, નહીંતર ગુજરાત તમારી પાસેથી એ હિસાબ ચૂકતે કરશે, મં તેમને કહ્યું તેમ એક ગંભીર પ્રશ્ન ઉભો થયો છે. ચૂંટણી પૂર્ણ થયા પછી મને સમય આપો હું ગુજરાતનો અવાજ તેમને સંભળાવીશ, અમારા માટે સર-ક્રિક કોઇ ચૂંટણી મુદ્દો નથી પણ અમારા શરીરનો હિસ્સો ચે. તમે મારા શરીરના આ હિસ્સાને નહીં કાપી શકો.

English summary
Attempt to hand over Sir Creek to Pakistan would be strategic blunder considering the history and sensitivity of regions: Gujarat Chief Minister Narendra Modi told PM in a letter.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X