પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાલનપુર,મોડાસા, દેહગામ અને બાવળામાં સભા સંબોધશે
પ્રધાનમત્રી નરેન્દ્ર મોદી બીજા તબક્કા માટે ચૂટણી પ્રાચારમાં આજે ઉત્તર ગુજરાતમાં પાલનપુર મોડાસા દેહગામ અને બાવળામાં ચૂંટણી પ્રચાર કરશે. ત્યાર બાદ દિલ્હી જવા રવાના થશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રથમ તબક્કાના મતદાન આડા ગણત
પ્રધાનમત્રી નરેન્દ્ર મોદી બીજા તબક્કા માટે ચૂટણી પ્રાચારમાં આજે ઉત્તર ગુજરાતમાં પાલનપુર મોડાસા દેહગામ અને બાવળામાં ચૂંટણી પ્રચાર કરશે. ત્યાર બાદ દિલ્હી જવા રવાના થશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રથમ તબક્કાના મતદાન આડા ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મોદીએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કર્યા બાદ હાલ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત પર ધ્યાન કેન્દ્રીત કર્યુ છે.

શુક્રવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક દિવસનો રેસ્ટ કર્યા બાદ ફરી શનિવારથી ચૂંટણી પ્રચાર કરશે. શનિવારે તે ભરૂચ, નેત્રંગ, સુરત અને ખેડાના માતરમાં ભાજપના વિજય વિશ્વાસ સંકલ્પ સભાઓને સંબોધન કરશે. તો રવિવારે સૌરાષ્ટ્ર કચ્છમાં ચૂટણી સભા સંબોધે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ભાજપના બહારના રાજ્યમાથી આવેલા સાંસદ નેતાઓ દ્વારા ચાલાતા ઘર ઘર સંપર્ક અભિયાનનો છેલ્લો દિવસ છે આથી આ દિવસે તમામ મતક્ષેત્રમાં ઉમેવદવારોને રાઉન્ડ તેમજ બહારથી આેલા નેતાઓ સાંસદો ધારાસભ્યો ઘર ઘર સંપર્ક કરશે.












Click it and Unblock the Notifications
