ગાંધીનગરને મળ્યું આંતરરાષ્ટ્રીય સ્તરનું રમતસંકુલ
ગાંધીનગર, 5 ઓક્ટોબર: ગુજરાત રાજ્યે અનેકવિધ ક્ષેત્રે દેશભરમાં સિદ્ઘિ મેળવી છે. ગુજરાતની આ યશકલગીમાં ગાંધીનગર સ્થિત નવરચિત જીમખાન સ્વરૂપે વધુ એક પીછું ઉમેરાઇ રહ્યું છે. ગાંધીનગરનું આ સચિવાલય જીમખાના નવા રંગરૂપ સજીને તૈયાર થઇ ગયું છે. આવતી કાલે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આ નવરચિત સંકુલનું લોકાર્પણ કરશે ત્યારે ગાંધીનગરની જનતાને જ નહીં પરંતુ સમગ્ર રાજ્યના લોકોને આંતરરાષ્ટ્રીય સ્તરનું એક રમત સંકૂલ ઉપલબ્ધ થશે.
આ સંકૂલ આંતરરાષ્ટ્રીય સ્તરનું બને અને નેશનલ ગેઇમ માટે સજ્જ થાય તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. અહીં આંતરરાષ્ટ્રીય કક્ષાના જીમ્નેશિયમ અને યોગારૂમ છે, સોના સ્ટીમની સુવિધા છે, આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્વીમીંગ પુલ છે, બેડમિન્ટન માટેનો કોર્ટ છે, ટેબલ ટેનિસ માટે ખાસ સુવિધા છે, બિલીયર્ડ જ નહીં સ્નૂકર જેવી રમતો માટે વૈશ્વિક સ્તરની સુવિધા અહીં ઉપલબ્ધ છે. આથી એક ડગલું આગળ આ જીમખાનામાં ટેનિસ, વોલીબોલ અને બાસ્કેટબોલ જેવી રમતોના સિન્થેટિક કોર્ટ આવેલાં છે. સ્કેટિંગ રીન્ક અને ખાસ નાનકડાં સ્વીમીંગ પૂલ દ્વારા બાળકો માટે પણ અહીં ખાસ સુવિધા ઉભી કરવામાં આવી છે.
સચિવાલય જીમખાનાના ચેરમેન અને રાજ્યના અગ્ર સચિવ પંકજ કુમારના માર્ગદશન હેઠળ નવા બંધાયેલા આ સંકૂલમાં ગ્રીન બિલ્ડીંગનો કન્સેપ્ટ જાળવવામાં આવ્યો છે એટલું જ નહીં, ગરમ પાણીની સુવિધા માટે અહીં સોલાર પાવરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યાં પ્રકાશની જરૂર જણાઇ છે ત્યાં સીએલએફ કે લેડ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ સંકુલ માત્ર રમતો માટે જ નહીં પરંતુ જ્ઞાનના કેન્દ્ર તરીકે પણ સ્થાપિત થશે. અહીં ફિજીયોથેરાપી રૂમની સુવિધા દ્વારા શરીરનું ઘડતર, લાયબ્રેરી દ્વારા મનનું ઘડતર થઇ શકશે તો કોન્ફ્રન્સ રૂમ દ્વારા જ્ઞાનના આદાન પ્રદાનની સુવિધા પણ અત્રે ઉપલબ્દ છે.

ગાંધીનગરને મળ્યું આંતરરાષ્ટ્રીય સ્તરનું રમતસંકુલ
ગુજરાત રાજ્યે અનેકવિધ ક્ષેત્રે દેશભરમાં સિદ્ઘિ મેળવી છે. ગુજરાતની આ યશકલગીમાં ગાંધીનગર સ્થિત નવરચિત જીમખાન સ્વરૂપે વધુ એક પીછું ઉમેરાઇ રહ્યું છે. ગાંધીનગરનું આ સચિવાલય જીમખાના નવા રંગરૂપ સજીને તૈયાર થઇ ગયું છે.

ગાંધીનગરને મળ્યું આંતરરાષ્ટ્રીય સ્તરનું રમતસંકુલ
આવતી કાલે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આ નવરચિત સંકુલનું લોકાર્પણ કરશે ત્યારે ગાંધીનગરની જનતાને જ નહીં પરંતુ સમગ્ર રાજ્યના લોકોને આંતરરાષ્ટ્રીય સ્તરનું એક રમત સંકૂલ ઉપલબ્ધ થશે.

ગાંધીનગરને મળ્યું આંતરરાષ્ટ્રીય સ્તરનું રમતસંકુલ
આ સંકૂલ આંતરરાષ્ટ્રીય સ્તરનું બને અને નેશનલ ગેઇમ માટે સજ્જ થાય તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.

ગાંધીનગરને મળ્યું આંતરરાષ્ટ્રીય સ્તરનું રમતસંકુલ
અહીં આંતરરાષ્ટ્રીય કક્ષાના જીમ્નેશિયમ અને યોગારૂમ છે, સોના સ્ટીમની સુવિધા છે, આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્વીમીંગ પુલ છે, બેડમિન્ટન માટેનો કોર્ટ છે, ટેબલ ટેનિસ માટે ખાસ સુવિધા છે, બિલીયર્ડ જ નહીં સ્નૂકર જેવી રમતો માટે વૈશ્વિક સ્તરની સુવિધા અહીં ઉપલબ્ધ છે.

ગાંધીનગરને મળ્યું આંતરરાષ્ટ્રીય સ્તરનું રમતસંકુલ
આથી એક ડગલું આગળ આ જીમખાનામાં ટેનિસ, વોલીબોલ અને બાસ્કેટબોલ જેવી રમતોના સિન્થેટિક કોર્ટ આવેલાં છે. સ્કેટિંગ રીન્ક અને ખાસ નાનકડાં સ્વીમીંગ પૂલ દ્વારા બાળકો માટે પણ અહીં ખાસ સુવિધા ઉભી કરવામાં આવી છે.

ગાંધીનગરને મળ્યું આંતરરાષ્ટ્રીય સ્તરનું રમતસંકુલ
સ્કેટિંગ રીન્ક અને ખાસ નાનકડાં સ્વીમીંગ પૂલ દ્વારા બાળકો માટે પણ અહીં ખાસ સુવિધા ઉભી કરવામાં આવી છે.

ગાંધીનગરને મળ્યું આંતરરાષ્ટ્રીય સ્તરનું રમતસંકુલ
આ સંકુલ માત્ર રમતો માટે જ નહીં પરંતુ જ્ઞાનના કેન્દ્ર તરીકે પણ સ્થાપિત થશે.

ગાંધીનગરને મળ્યું આંતરરાષ્ટ્રીય સ્તરનું રમતસંકુલ
અહીં ફિજીયોથેરાપી રૂમની સુવિધા દ્વારા શરીરનું ઘડતર, લાયબ્રેરી દ્વારા મનનું ઘડતર થઇ શકશે તો કોન્ફ્રન્સ રૂમ દ્વારા જ્ઞાનના આદાન પ્રદાનની સુવિધા પણ અત્રે ઉપલબ્દ છે.












Click it and Unblock the Notifications
