મોદી પોતાના જન્મદિવસે અંબાજીથી યાત્રા આરંભ કરશે

ભાજપના પ્રવકતા મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે 'પોતાના જન્મદિવસ ૧૭ સપ્ટેમ્બરે સવારે રાજકોટ ખાતે યુવા સંમેલનમાં હાજરી આપ્યા બાદ મુખ્યમંત્રી હેલીકોપ્ટર દ્વારા બપોરે ૧ વાગે અંબાજી પહોંચશે. માતાજીની પૂજા કર્યા બાદ જાહેરસભાને સંબોધશે. આ પ્રસંગે નીતિન ગડકરી હાજર રહે એવી શક્યતા છે. તેઓ કેનેડાના પ્રવાસેથી સમયસર પરત આવી જશે તો અંબાજીમાં હાજરી આપશે.'
અંબાજીથી હડાદ, ખેરોજ, ખેડબ્રહ્મા, વડાલી, ઈડર, હિંમતનગર અને છેલ્લે વિજાપુર સભાને સંબોધશે. આ યાત્રા દરમિયાન ૩૨ સભા યોજવામાં આવશે અને ૬૨૫ કિ.મી.નું અંતર કાપવામાં આવશે.












Click it and Unblock the Notifications
