For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અટલજીના જન્મદિવસ નિમિત્તે મોદીએ ગાઇ ગુજરાતની વિકાસ ગાથા

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 25 ડિસેમ્બર: ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઇનો આજે જન્મદિવસ છે. પાર્ટી ઉપરાંત આખો દેશ તેમના નેતૃત્વનો કાયલ રહ્યો છે. અટલજીના નેતૃત્વની એક અલાયદી અદા રહી છે, તેઓ કવિ જીવ હોવાના કારણે તેમના ભાષણોમાં પણ કવિતાઓનો સુમેળ જોવા મળતો હતો. આજે અટલજી 90 વર્ષના થયા છે. અને તેમના બાદ હવે ભારતીય જનતા પાર્ટી તરફથી વડાપ્રધાન બનવા જઇ રહેલા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને ખાસ પ્રકારે યાદ કર્યા છે. નરેન્દ્ર મોદીએ પોતાના બ્લોગ પર ગુજરાતના વિકાસની ગાથા ગાઇને અટલજીને તેમના જન્મ દિવસની શુભેચ્છા પાઠવી છે.

અટલ બિહારી વાજપેઇ (૨૫ ડિસેમ્બર ૧૯૨૪) ભારતના કુશળ અને માનનીય રાજનેતા છે. પ્રજાસત્તાક ભારતના ૧૦માં વડાપ્રધાન તરીકે અલગ અલગ કુલ ત્રણ ગાળાઓ (ઇસવિસન ૧૯૯૬માં ૧૩ દિવસ, ઇસવિસન ૧૯૯૮-૧૯૯૯માં ૧૩ મહિના અને ૧૯૯૯-૨૦૦૪માં પૂરા ૫ વર્ષ) દરમ્યાન સેવા આપી ચૂક્યા છે. વાજપેઇ કુલ નવ વખત લોકસભાના સભ્ય અને બે વખત રાજ્ય સભાના સભ્ય રહી ચૂક્યા છે. અલગ અલગ સામાન્ય ચૂંટણીમાં અલગ અલગ ચાર રાજ્યો (ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત અને દિલ્હી)માંથી ચૂંટાનારા તેઓ એક્માત્ર સંસદ સભ્ય છે. ઇસવિસન ૧૯૬૯-૧૯૭૨ દરમ્યાન વાજપેઇ ભારતીય જન સંઘ (હવે, ભારતીય જનતા પાર્ટી)નાં પ્રમુખ હતાં.

આ ઉપરાંત મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં વતર્માન રાજ્ય શાસનનું યશસ્વી એક વર્ષ સંપન્ન કરીને ર6 ડિસેમ્બર, 2013ના રોજ બીજા વષર્માં પદાપર્ણ કરી રહ્યું છે. ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઇજીના આજના જન્મદિનનો અવસર સુશાસન દિવસ તરીકે ઉજવાઇ રહ્યો છે, ત્યારે નરેન્દ્ર મોદીના કુશળ નેતૃત્વમાં ગુજરાતે સુશાસન અને વિકાસની યાત્રા આગળ ધપાવીને સુરાજ્યની દિશામાં અનેક સીમાચિહ્નો અંકિત કર્યા છે.

નરેન્દ્ર મોદી અટલજીના નેતૃત્વમાં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા, માટે ગુજરાતના વિકાસને તેઓ અટલજીના સપના સાથે જોડી રહ્યા છે. રાજકીય સ્થિરતા, સૌનો સાથ, સૌનો વિકાસના મંત્ર અને ભારતના વિકાસ માટે ગુજરાતના વિકાસને ચરિતાર્થ કરતી વતર્માન ગુજરાત સરકારની એક વષર્ની શિરમોર સિદ્ધિઓની ઝલક આ પ્રમાણે છે.

સુશાસનથી ગ્રામવિકાસ

સુશાસનથી ગ્રામવિકાસ

સુશાસનથી ગ્રામવિકાસ

વહીવટમાં પારદર્શિતાઃ

વહીવટમાં પારદર્શિતાઃ

વહીવટમાં પારદર્શિતા

સુશાસનથી મહિલા સશક્તિકરણઃ

સુશાસનથી મહિલા સશક્તિકરણઃ

સુશાસનથી મહિલા સશક્તિકરણ

આરોગ્ય સેવા થકી સુશાસનઃ

આરોગ્ય સેવા થકી સુશાસનઃ

આરોગ્ય સેવા થકી સુશાસન

સુશાસનથી ગરીબોનો ઉત્કર્ષ

સુશાસનથી ગરીબોનો ઉત્કર્ષ

અને સુશાસનનો આધાર વંચિતોનો વિકાસ

કૃષિ વિકાસ

કૃષિ વિકાસ

અને રમત ગમત

સામાજિક ન્યાય અને અધિકારીતા

સામાજિક ન્યાય અને અધિકારીતા

અને પાણી પુરવઠો

ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ

ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ

અને રોજગાર નિર્માણ

ગૃહ

ગૃહ

અને પંચાયત વિભાગ

શિક્ષણ

શિક્ષણ

અને અન્ન અને નાગરિક પુરવઠો

સૂક્ષ્મ પિયત

સૂક્ષ્મ પિયત

અને પ્રવાસન વિભાગ

આદિજાતિ કલ્યાણ

આદિજાતિ કલ્યાણ

આદિજાતિ કલ્યાણ

વિજ્ઞાન અને ટેકનોલોજી

વિજ્ઞાન અને ટેકનોલોજી

સુશાસનને કારણે ગુજરાતે મેળવ્યા એવોર્ડ

English summary
Narendra Modi Wishes to Atal Bihari Vajpayee on his birthday, And telling Gujarat's development story on this occasion.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X