For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'કેન્દ્રમાંથી આવતા પૈસા ભાજપી નેતાઓના ખીસ્સામાં જાય છે'

|
Google Oneindia Gujarati News

jyotindra scindia
વડોદરા, 8 ડિસેમ્બર: કેન્દ્ર સરકાર તો ગુજરાતને ૩ હજાર મેગા વોટ વીજળી આપે છે. પરંતુ, મોદી સરકાર તેમાંથી ૮૩૫ મેગા વોટ વીજળી બીજા રાજ્યને વેચી દે છે અને રોજના રૂ.૫ કરોડ અને વર્ષે રૂ.૧૭૦૦ કરોડ મોદી સરકાર કમાય છે. જ્યારે ગુજરાતના ખેડૂતોને પૂરતી વીજળી મળતી નથી. ખેડૂતો દેવા નીચે કચડાઈ જાય છે અને આત્મહત્યા કરે છે. તેમ કેન્દ્રિય ઉર્જા મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગઇકાલે સયાજીગંજ બેઠકના ચૂંટણી પ્રચાર માટે ઈલોરાપાર્કમાં યોજાયેલી સભાને સંબોધતા કહ્યું હતુ.

જ્યોતિરાદિત્યએ કહ્યું હતુ કે, દર વખતે ગુજરાતમાં ચૂંટણી આવે એટલે ભાજપ સાંપ્રદાયિકતા અને દેશભક્તિની વાત કરે છે. પણ તેઓ જાણતા નથી કે ગુજરાતની પ્રજા સાચી દેશભક્ત જ છે.

ટેક્સના મુદ્દે જ્યોતિરાદિત્યએ કહ્યું હતુ કે, દેશના અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં ખેડૂતો પાસેથી વિજળીનો સૌથી વધુ ટેક્સ લેવાય છે. રાજસ્થાનમાં ૫ ટકા ટેક્સ છે ત્યારે ગુજરાતમાં ખેડૂતો પાસેથી ૨૫ ટકા ટેક્સ વસૂલાય છે. કેન્દ્ર સરકારે રાજીવ ગાંધી યોજના હેઠળ ગુજરાતને રૂ.૧૪૦૦ કરોડ આપ્યા. તેમાં વડોદરાને ૨૦ કરોડ ફાળવ્યા તેમ છતાં રાજ્ય સરકારે વિકાસનુ કામ કર્યું નહીં.

રાજ્યની સ્થિતિ વિશે જ્યોતિરાદિત્યએ ઉમેર્યું હતુ કે, ગુજરાતમાં ૫૦ ટકા બાળકો કૃપોષીત છે. ખેડૂતો આત્મહત્યા કરે છે. રાજ્યની ૧૯ લાખ મહિનાઓ ઘર વિહોળી છે. મોદી જવાબ આપે કે શું આ વિકાસ છે? હું સ્વિકારુ છું કે ગુજરાતમાં વિકાસ થયો છે. પરંતુ, એ વિકાસ કંઈ છેલ્લાં ૯ વર્ષમાં થયો નથી કે કોઈ નેતાને કારણે નથી થયો.
ગુજરાતની વેપારી પ્રજા અને તેમની મહેનત-પસીનાનો રંગ લાવ્યો છે.

૧૦૦ વર્ષ પહેલા ગુજરાતના વેપારીઓ રેશનનો વ્યાપાર કરતા હતા અને ચીનમાં રેશમ મોકલતા હતા. ત્યારે વિકાસ થયો હતો. ૫૦ વર્ષ પહેલા ડો. કુરીયને શ્વેત ક્રાંતિ લાવ્યા હતા. ત્યારે વિકાસ થયો હતો. ૩૦ વર્ષ પહેલા અંકલેશ્વર અને ભાવનગરમાં ખાદ્ય કારખાના સ્થપાયા ત્યારે વિકાસ થયો. આજે ૧ લાખ ૪૦ હજાર કરોડના બોઝ નીચે ગુજરાત પીસાઈ રહ્યું છે. શું આ છે ગુજરાતનો વિકાસ? જેવા આકરા સવાલો તેમણે ખડા કર્યા હતા.

English summary
money going direct in BJP leader's pocket said jyotiraditya scindia in Vadodara.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X