ગુજરાતમાં ચોમાસાની દસ્તક, આ 6 જિલ્લામાં ભારે વરસાદનું અલર્ટ

ગુજરાતમાં ચોમાસાની દસ્તક, આ 6 જિલ્લામાં ભારે વરસાદનું અલર્ટ

ગાંધીનગરઃ દક્ષિણ-પશ્ચિમ મૉનસૂને બિહાર બાદ ગુજરાતમાં દસ્તક આપી દીધી છે, જેના કારણે રાજ્યમાં ગત રાતે મેઘ મહેર ચાલુ રહી, વરસાદના કારણે નાગરિકોને ગરમીથી રાહત મળી છે, હવામાન વિભાગે ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા, રાજકોટ, અમદાવાદ, અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપી છે, અમદાવાદમાં ભારે વરસાદના પગલે વાસણા બેરેજના બે દરવાજા ખોલવામાં આવ્યા, જણાવી દઈએ કે અમદાવાદના મણિનગર, હાટકેશ્વર, વસ્ત્રાલ, વાડજ, રાણીપ, ઓઢવ, સીજી રોડ જેવા વિસ્તારોમાં કાલે રાતથી જ સતત વરસાદ થઇ રહ્યો છે.

અમદાવાદ સહિત કેટલાય જિલ્લાઓમાં ભારે વરસાદ

અમદાવાદ સહિત કેટલાય જિલ્લાઓમાં ભારે વરસાદ

ચોમાસાના કારણે દેશના કેટલાય રાજ્યોમાં ભારે વરસાદન સિલસિલો ચાલુ છે, ભારતીય હવામાન વિભાગે પોતાની તાજા અપડેટમાં કહ્યું કે મૉનસૂન બંગાળની ખાડીથી આગળ વધી આવ્યું છે, જેના કારણે દેશના કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદનીઆશંકા છે, આઇએમડીએ કહ્યું કે આજે રાજધાની દિલ્હી અને એનસીઆરમાં વરસાદ પડે તેવા અણસાર છે જ્યારે જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, પંજાબ અને હરિયાણામાં પણ આજે આંધી તોફાનની આશંકા છે, વરસાદને લઇ હવામાન વિભાગે અહીં અલર્ટ જાહેર કર્યું છે.

રેડ અલર્ટ

રેડ અલર્ટ

જ્યારે દક્ષિણ ભારતના તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ અને ગોવા- કોંકણ ક્ષેત્રોમાં આજે તેજ વરસાદની સંભાવના છે, અહીં આગલા કેટલાક કલાકોમાં તેજ વરસાદની આશંકા છે, અહીં તેજ હવાઓ પણ ચાલી રહી છે, જેના કારણે હવામાન વિભાગે અહીં રેડ અલર્ટ જાહેર કર્યું છે.

યૂપીના કેટલાય જિલ્લાઓમાં વરસાદ થશે

યૂપીના કેટલાય જિલ્લાઓમાં વરસાદ થશે

જ્યારે હવામાન વિભાગ મુજબ યૂપીના અમરોહા, મુરાદાબાદ, બિજનૌરમાં આંધી તોફાન સાથે તેજ વરસાદની આશંકા છે, આ ઉપરાંત લખીમપુર ખીરી, પીલીભીત અને બહરાઇચમાં પણ આગલા કેટલાક કલાકોમાં વરસાદ થઇ શકે છે જેનાથી લોકોને ગરમીથી રાહત મળશે.

સ્કાઇમેટે ચેતવણી આપી

સ્કાઇમેટે ચેતવણી આપી

સ્કાઇમેટ મુજબ દેશમાં આગલા 24 કલાક દરમિયાન તટીય આંધ્ર પ્રદેશ, દક્ષિણ તટીય ઓરિસ્સા, તેલંગાણા, કર્ણાટક, કોંકણ અને ગોવા, ગુજરાતના પૂર્વી ભાગો, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં કેટલીય જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ થઇ શકે છે. એક-બે જગ્યાએ ભારે વરસાદનું અનુમાન છે. પૂર્વોત્તર ભારત અને પૂર્વી બિહારના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે, જ્યારે વરસાદનો આ સિલસિલો આગલા બે દિવસ સુધી ચાલુ રહેવાની સંભાવના છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X