ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી, સવારે 6 વાગ્યાથી કેટલાંય તાલુકાઓમાં નોધાયો વરસાદ
ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. દરરોજ હવામાન અને વાતાવરણમાં સતત બદલાવના છે. દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પાછલા અમુક દિવસોથી વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં ઘ
ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. દરરોજ હવામાન અને વાતાવરણમાં સતત બદલાવના છે. દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પાછલા અમુક દિવસોથી વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં ઘણા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં વિવિધ જીલ્લાઓમાં 3.31 ઇંચ વરસાદ નોંધાયો છે.

ભરૂચ જીલ્લાના અંકલેશ્વર અને હાંસોટાચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સુરત, નર્મદા,ભરૂચ, તાપી, વલસાડ અને ડાગમાં વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે જાહેરાત કરી છેકે સંપૂર્ણ ગુજરાત ચોમાસામય થઇ જશે.
આ ઉપરાંત હવામાન વિભાગે આગાહી કરી છેકે અમદાવાદમાં 15 જૂન બાદ ચોમાસાનું આગમન થશે. રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે. દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ નવસારી, વલસાડ તેમજ કેન્દ્રશાસિત દીવ તેમજ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
