ગુજરાતમાં ચોમાસુ ફરીથી થયુ સક્રિય, 11 જુલાઈથી 3 દિવસ વરસાદની આગાહી

ગુજરાતમાં 11 જુલાઈથી ચોમાસુ ફરીથી શરૂ થઈ શકે છે તેમ અમદાવાદ હવામાન વિભાગે આગાહી કરી છે.

અમદાવાદઃ ગુજરાતમાં 11 જુલાઈથી ચોમાસુ ફરીથી શરૂ થઈ શકે છે તેમ અમદાવાદ હવામાન વિભાગે આગાહી કરી છે. છેલ્લા ઘણા દિવસોથી ચોમાસુ જાણે કે પૂરુ થઈ ગયુ હોય એમ રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી ગયો છે અને લોકો ગરમીથી કંટાળી ગયા છે. ખેડૂતો પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે હવામાન વિભાગની આગાહીથી તેમના પણ જીવમાં જીવ આવ્યો છે. અમદાવાદ હવામાન વિભાગ દ્વારા આગામી 11 જુલાઈથી 13 જુલાઈ સુધીમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

rain

તમને જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા 11 જુલાઈએ અમદાવાદ, આણંદ, મહીસાગર, ખેડા, પંચમહાલ, દમણમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 12 જુલાઈએ નર્મદા, ડાંગ, તાપી, સુરત, ભરુચમાં ભારે વરસાદ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વળી, 13 જુલાઈએ સુરત, આણંદ, ભરૂચ, ભાવનગર, વલસાડ, દમણમાં અતિ ભારે તેમજ દાહોદ, પંચમહાલ, બોટાદ અમરેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અમુક જગ્યાએ છેલ્લા 24 કલાકમાં 7 તાલુકામાં વરસાદ નોંધવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ જિલ્લામાં ધંધુકામાં 19 મીમી, ડાંગના વઘઈમાં 10 મીમી, નવસારીના વાંસદામાં 5 મીમી અને કપરાડામાં 2 મીમી તેમજ વેરાવળમાં 1 મીમી, ગણદેવીમાં એક મીમી અને ડાંગના આહવામાં પણ એક મીમી વરસાદ નોંધવામાં આવ્યો છે. દમણમાં સવારે 9 વાગ્યાથી જ વરસાદ શરૂ થઈ ગયો હતો. દમણમાં અત્યાર સુધીને ચોમાસાનો કુલ 388 મીમી વરસાદ નોંધવામાં આવ્યો છે. ચોમાસામાં અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ 4.84 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X