Monsoon : ગુજરાતમાંથી ચોમાસાની વિદાય ક્યારે? જાણો શું કહે છે હવામાન વિભાગ?

Monsoon : ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયામાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો છે. આ વરસાદને કારણે ખેતીમાં ખેડૂતોને મોટુ નુકસાન થયુ છે.

હાલની સ્થિતીએ ઘણા ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે પાક સુકાઈ રહ્યાં છે તો ઘણી જગ્યાએ ધોવાણ થતા ખેડૂતોની સ્થિતી કફોડી બની છે.

Monsoon

ગુજરાતમાં ખેડૂતોની કફોડી હાલત વચ્ચે માઠા સમાચાર એ છે કે હજુ પણ રાજ્યમાં ખેડૂતોને વરસાદથી રાહત નહીં મળે. પુરો સપ્ટેમ્બર મહિનો ગુજરાતમાં વરસાદ જોવા મળી શકે છે.

હાલ બંગાળની ખાડીમાં લો પ્રેસર સર્જાયુ છે. આ લોપ્રેસર આગળ વધતા સપ્ટેમ્બર મહિના દરમિયાન ગુજરાતમાં સારો વરસાદ જોવા મળી શકે છે. આ વરસાદ પુરો મહિનો જોવા મળશે.

અહીં તમને એ પણ જણાવી દઈએ કે, ગુજરાતમાં ચોમાસું જૂન મહિનાની શરૂઆત સાથે પ્રવેશ કરે છે અને 17 સપ્ટેમ્બર આસપાસ પરત ફરવાનું શરૂ કરે છે. જો કે હવે ખરાબ સમાચાર એ છે કે આ વખતે વરસાદ 15 થી 20 દિવસ વધુ જોવા મળશે.

આવતા અઠવાડિયાની વાત કરીએ તો ગુજરાતને વરસાદથી રાહત નહીં મળે. 2 સપ્ટેમ્બરથી રાજ્યમાં ફરીથી વરસાદ જોવા મળી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X